મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 માર્ચ 2018 (09:48 IST)

ખુશ્બુ ગુજરાત કી વિસરાઈ ગઈ, જાણો કેમ ઘટી ગયાં ગુજરાતમાં વિદેશથી આવનારા પ્રવાસીઓ

ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યા 2013-14માં 2.54 કરોડ હતી જે વધીને 2016-17માં 3.38 કરોડ થઈ હોવા છતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ધાર્યા મુજબ વધારી શકાઈ નથી. જયારે 1.95 કરોડ પ્રવાસીઓ 2013માં ગુજરાતના જ હતા જે પણ વધીને 2016-17માં 3.24 કરોડ થયા છે. જયારે વિદેશી પ્રવાસીઓ 2012-13માં 5.17 લાખ હતા તે વધીને 9.24 લાખ થયા છે. જયારે અન્ય રાજયોના પ્રવાસીઓ 2012-13માં 53.56 લાખ હતા તે વધીને 2016-17માં 1.14 કરોડ થયા છે. દેશના અન્ય રાજયોની સંખ્યામાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં 21 ટકા હતી તે વધીને છેલ્લા પાંચ વર્ષમાં 26 ટકા થઈ છે. જયારે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં આ સમયગાળામાં 12.3 ટકા વધારો નોંધવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગના મુખ્ય સચિવે તાજેતરમાં પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ વિશે જણાવ્યુ હતું કે 2014-15માં ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં 21 ટકા સારો વધારો જોવા મળ્યો હતો. જે રાજસ્થાન કરતા સારો જોવા મળ્યો હતો. તેમ છતા જોઈએ તેટલો વિકાસ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જોવા મળ્યો નથી. માટે વિદેશી પ્રવાસીઓને આકર્ષી શકે તે પ્રકારના પગલા નજીકના ભવિષ્યમાં લેવા માટે ખાસ પ્રોગ્રામ જાહેર કરીશુ જેની હેઠળ પુરાતત્વની સાઈટોને વિવિધ સ્થળો પર પ્રવાસન સુવિધા માટે અમે જીઓ-ટુરીઝમને અમલી બનાવવા માટે આપણા શહીદો ગાંધી, સરદાર પટેલ તથા બૌધ ધર્મના પ્રવાસન સ્થળોને પ્રવાસન સ્થળોમાં સમાવવા માટે સ્વાસ્થ્ય સુવિધા તથા ખેતીક્ષેત્રે પણ આકર્ષણ ઉભા કરવા કામગીરી હાથ ધરાશે. તેમજ તે ઉપરાંત વિદેશી પ્રવાસીઓને માટે 24 કલાક ઉપલબ્ધ રહે તેવી હેલ્પલાઈન તથા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે.  ટુર ઓપરેટર્સની મદદ વડે દેશના પ્રવાસીઓ ઉપરાંત ફ્રાન્સ, જર્મની, ઈટાલી, ઈંગ્લેન્ડ, બેલ્જીયમ અને અમેરીકાના પ્રવાસીઓની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધારી શકાય છે. પરંતુ હજુ વૈશ્ર્વિક રણનીતિ હાથ ધરવાની જરૂર છે. આવું જ માર્કેટ તથા ટુર ઓપરેટર પણ જણાવી રહ્યા છે કે ગુજરાતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે માર્કેટીંગની પધ્ધતિમાં ફેરફાર કરવા ઉપરાંત સ્થાનિક વિકાસની જરૂરીયાત છે. તેમજ 1600 કી.મીના દરિયાઈ વિસ્તારોમાં પરંપરા વારસો તથા સંસ્કૃતિના વિકાસ કાર્યોની જરૂરીયાત છે