ડેટા લીક પછી ફેસબુકે બદલી પોલીસી.. યૂઝર્સને આપ્યુ પુરૂ કમાંડ

Last Modified ગુરુવાર, 29 માર્ચ 2018 (11:49 IST)
ફેસબુકે કૈંબ્રિઝ એનલિટિકા ડાટા લીકના ખુલાસા પછી પોતાની પ્રાઈવેસી પોલીસી બદલી નાખી છે. આ પહેલા ફેસબુકના સીઈએઓ માર્ક ઝુકરબર્ગે ડાટા લીક પર માફી માંગતા ફેસબુકમાં બે મોટા ફેરફાર કરવાની વાત કરી હતી. નવા ફેરફાર પછી હવે તમે ફેસબુક એપમાં એક જ સ્થાન પરથી અનેક સિક્યોરિટી અને પ્રાઈવેસી સેટિંગ્સને તમારા હિસાબથી બદલી શકો છો.

આ માટે ફેસબુકે પોતાના મોબાઈલ એપમાં એક પ્રાઈવેસી શોર્ટકટ નામથી બટન જોડ્યુ છે. નવા અપડેટ પછી તમે એ જાહેરાતો પર પણ કંટ્રોલ કરી શકો છો જે તમારા સર્ચ અને પસંદના અધાર પર બતાવવામાં આવે છે. તેની માહિતી માર્ક ઝુકરબર્ગે પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા આપી છે.

તેમણે ફેસબુક પર પોતાની માહિતી આપતા લખ્યુ આપમાંથી ઘણા લોકો પૂછી રહ્યા છે કે અમે જે માહિતી ફેસબુક પર શેયર કરી છે તેને કેવી રીતે કંટ્રોક કરીએ અને તેને કેવી રીતે હટાવીએ. અમે તાજેતરમાં જ તમારી બધી પ્રાઈવેસી અને સેટિંગ્સને એક સ્થાન પર મુકી છો અને તેને અમે Privacy Shortcuts નામ આપ્યુ છે. અહીથી તમે સહેલાઈથી તમારી પ્રાઈવેસી તમારા મન મરજી મુજબ બદલી શકો છો. એટલુ જ નહી તમે એપ સેટિંગ્સમાં જઈને તમે જે એપને ચાહો તેને રિમૂવ કરી શકો છો.


આ પણ વાંચો :