બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શનિવાર, 24 માર્ચ 2018 (14:46 IST)

ફેસબુકના માલિક ઝુકરબર્ગે જેટલુ 8 વર્ષમાં કમાવ્યુ એટલુ 5 દિવસમાં ડુબાવ્યુ

ફેસબુક ડેટા લીકને લઈને ઉઠેલો વિવાદ થમવાનુ નામ નથી લઈ રહ્યો. કંપનીના સંસ્થાપક માર્ક જકરબર્ગે ગુરૂવારે આ મામલે માફી માંગી લીધી છે. પણ ત્યારબાદ પણ સતત આ વિવાદને લઈને દેશ અને દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાએ ફક્ત ફેસબુકના વેપાર પર અસર નથી નાખી પણ માર્કને પણ તેનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. 
 
52 હજાર કરોડનો ફટકો 
 
ડેટા લીકને કારણે છેલ્લા એક અઠવાડિયાની અંદર માર્કની મિલકત લગભગ 52 હજાર કરોડ રૂપિયા જેટલી ઘટી ગઈ છે  માર્કની કંપની ફેસબુક અને તેની વ્યક્તિગત મિલકતમાં પણ સતત ઘટાડો ચાલુ છે. બ્લૂમબર્ગ બિલેનિયર ઈંડેક્સના મુજબ 18 તારીખના રોજ તેમની નેટવર્થ 74 અરબ ડોલર હતી. ડેટા લીકનો મામલો સામે આવ્યા પછી આ વેપારી અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારથી અત્યાર સુધી ઘટીને 67.3 અરબ ડોલર પર આવી ગઈ છે 
8 અરબ ડોલરનુ થયુ નુકશાન 
 
આ રીતે તેમણે ફક્ત 5 દિવસની અંદર 8 અરબ ડોલર (લગભગ 52 હજાર કરોડ રૂપિયા)નુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે.  માર્ક જુકરબર્ગે 2004માં ફેસબુકની શરૂઆત કરી હતી. પોતાની સોશિયલ મીડિયા કંપનીની શરૂઆત કર્યા પછી 2012માં માર્કની નેટવર્થ લગભગ 53 હજાર કરોડ રૂપિયા પહોંચી હતી.  પણ ડેટા લીકને કારણે જેટલી મિલકત તેમણે 8 વર્ષમાં કમાવી હતી તે માત્ર 5 દિવસમાં જ ડૂબી ગઈ. 
 
ફેસબુકને પણ થયુ નુકશાન 
 
આ વિવાદનુ નુકશાન ફક્ત માર્ક જકરબર્ગને જ નહી પણ ફેસબુકને પણ થયુ છે. આ વિવાદને કારણે કંપનીના 3.8 લાખ કરોડ ડૂબી ગયા છે. આ વિવાદથી એક બાજુ જકરબર્ગને 52 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ. વેપારી અઠવાડિયાની શરૂઆતના દિવસે સોમવારે કંપનીની માર્કેટ વેલ્યૂ 34,93,295 કરોડ રૂપિયા હતી. શુક્રવારે આ ઘટીને  31,13,565 કરોડ રૂપિયા પર આવી ગઈ. 
 
ઉલ્લેખનીય છે કે ડેટા લીક મામલાને લઈને ફેસબુક સતત ચર્ચામાં બનેલુ છે. આ મામલે ફેસબુકના સીઈઓ માર્ક જકરબર્ગે આ મુદ્દાને લઈને ફેસબુક પર પોસ્ટ લખી. પોતાની પોસ્ટમાં તેમણે જણાવ્યુ કે કંપનીએ આ મામલે હજુ સુધી અનેક પગલા ઉઠાવ્યા છે અને આગળ પણ કડક પગલા ઉઠાવી શકે છે. જકરબર્ગે કૈમ્ર્બિજ એનાલિટિકા મામલે પોતાની ભૂલ કબૂલ કરી છે. 
જકરબર્ગે લખ્યુ કે લોકોના ડેટા સુરક્ષિત રાખવો એ અમારી જવાબદારી છે. જો અમે તેમા ફેલ થઈએ છીએ તો આ અમારી ભૂલ છે.  તેમણે કહ્યુ કે અમે તેને લઈને પહેલા પણ અનેક પગલા ઉઠાવ્યા હતા. જો કે અમારાથી અનેક ભૂલો પણ થઈ પણ તેને લઈને હાલ કામ ચાલી રહ્યુ છે.  તેમણે લખ્યુ કે ફેસબુકે મે શરૂ કર્યુ હતુ તેની સાથે જો કશુ પણ થાય છે તો તેની જવાબદારી મારી જ છે.  અમે અમારી ભૂલ પરથી શીખવાનો પ્રયત્ન કરતા રહીશુ. અમે એકવાર ફરી તમારો વિશ્વાસ જીતીશુ.