શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 માર્ચ 2018 (11:55 IST)

Surat News - સુરતમાં બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસનો ટીયરગેસનો પ્રયોગ, 40ની અટકાયત

સુરતના અમરોલી કોસાડ આવાસમાં બે જૂથના ટોળા વચ્ચે અથડામણ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. ગુરૂવારે રાત્રે ઘટેલી આ અથડામણ પાછળ બે બૂટલેગરોનો આંતરિક ઝઘડો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. અમરોલી પોલીસે આ અથડામણમાં 40ની અટકાયત કરી હતી. કેટલાક અસામાજીક તત્વોએ મસ્જીદ પર પથ્થરમારો કરી વાતાવરણ બગાડવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે, ઘટનાની જાણ બાદ સુરત પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેને પગલે કેટલાક અસામાજીક લોકોએ પોલીસ પર પણ પથ્થરમારો કરતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડી વાતાવરણને થાળે પાડયું હતું. અમરોલી પોલીસે આ અથડામણમાં 40ની અટકાયત કરી હતી. આખી રાત કોસાડ આવાસની આજુબાજુ પોલીસે પેટ્રોલીંગ અને કોમ્બીંગ કરી અસામાજીક તત્વોની અટકાયતની કામગીરી કરી હતી.