Surat News - સુરતમાં શોરૂમમાં અચાનક આગ લાગી, સેક્ન્ડ ફ્લોર પર ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરાયો
સુરતના અડાજણ વિસ્તારમાં ઈલેક્ટ્રોનિક્સના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ ફસાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તેમણે આગ પર કાબુ મેળવવાની સાથે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. અડાજણ વિસ્તારમાં આવેલા ઈલેક્ટ્રોનિક્સના શો રૂમ વિજય સેલ્સના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ સેકન્ડ ફ્લોર પર આવેલી આઈ ક્યૂ હોસ્પિટલમાં ધુમાડો ફેલાવવા લાગ્યો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું.
પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે.સેકન્ડ ફ્લોર પર આવેલી હોસ્પિટલમાં ડોક્ટરો સહિત 32 જેટલા લોકો ફસાયા હોવાનું જણાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફે 15 જેટલા દર્દીઓને બહાર કાઢ્યા હતા. હોસ્પિટલમાં ફસાયેલા હોસ્પિટલ સ્ટાફને ધુમાડાના કારણે ગૂંગળામણ થઈ હતી. 32 જેટલા હોસ્પિટલના સ્ટાફનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.