સંબંધિત સમાચાર
- અમદાવાદમાં શંકાસ્પદ ઝીકા વાયરસના ત્રણ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
- સફેદ ઘોડા પર કાળી ડાય કરીને ઠગ્યા 17.50 લાખ રૂપિયા, રંગ ઉતરતા ઉડ્યા હોશ
- સિંહોના મોત બાદ પણ મામલો થાળે પડતો નથી, ફરીવાર સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો
- CBI vs CBI - જાણો શુ છે મામલો અને કોણ છે મુખ્ય પાત્ર ?
- જાણો ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના નિર્માણનો ખર્ચનો આંકડો ક્યાં સુધી પહોંચ્યો
31મીએ પાટીદારો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણથી અળગા રહે તેવી શક્યતાઓ
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ અગાઉ ભાજપ સરકારે વિરોધવંટોળનો સામનો કરવો પડે તેમ છે કેમકે, આદિવાસીઓએ ચૂલા નહી સળગાવીને વિરોધ કરવા એલાન કર્યુ છે ત્યા હવે પાટીદારોએ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમથી અળગા રહેવા નક્કી કર્યુ છે.
૩૧મીએ એસપીજીએ રાજકોટમાં એક વિશાળ કર્મવીર રેલી યોજવા આયોજન ઘડયુ છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું કે, સરદાર તો ખેડૂતોના હામી હતા પણ ભાજપ તો ખેડૂતોની વિરોધી હોય તેવુ વર્તી રહી છે. ભાજપ માત્રને માત્ર સરદારના નામે રાજનીતિ રમી રહી છે.અનામત ન મળતાં નારાજ પાટીદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાનો આ રાજકીય કારસો જ છે.
સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે મહેસાણાથી ૧૪૩ કારોનો કાફલો રાજકોટ જવા રવાના થશે. આ રેલીમાં સરદાર પટેલ ઉપરાંત માં ખોડલની સુશોભિત પ્રતિમા હશે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. આમ,સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમની સમાંતર પાટીદારોએ પણ કાર્યક્રમ આયોજિત કર્યો છે.