શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (14:11 IST)

સિંહોના મોત બાદ પણ મામલો થાળે પડતો નથી, ફરીવાર સિંહની પજવણીનો વીડિયો વાયરલ થયો

ગીરના જંગલોમાં લાયન શો અને સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ એક સિંહણને ખોરાક માટે લલચાવી રહ્યો છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં લાયન શો અને સિંહોની પજવણીના વીડિયો વાયરલ થતા રહે છે. હાલ આ વીડિયો અંગે વધુ માહિતી મળી શકી નથી.જો..જો બાપુ...! વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ ખુરશી પર બેઠો છે. તેના હાથમાં એક મરઘી દેખાઈ રહી છે. તેની બરાબર સામે એક સિંહણ આવીને ઉભી છે.
આ વ્યક્તિ માદા સિંહ તરફ વારંવાર મરઘી આગળ ધરીને તેને લલચાવી રહ્યો છે. આ સમય દરમિયાન અન્ય બીજા વ્યક્તિઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે.જેમાંથી એક વ્યક્તિ જો..જો. બાપુ! કહીને વ્યક્તિને ધ્યાન રાખવાની સૂચના આપી રહ્યો છે. અંતે વ્યક્તિ સિંહણ તરફ મરઘી ફેંકી દે છે અને સિંહણ તેનો શિકાર કરીને ત્યાંથી જતી રહે છે.જે સિંહણની પજવણી કરવામાં આવી હતી તેનું નામ ભક્તાણી હોવાનું માલુમ પડ્યું છે. સિંહોને પજવણીનો આ ત્રીજો વીડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભૂતકાળમાં આવાજ એક બનાવમાં વન વિભાગે સાત લોકોને પકડી પાડ્ય હતા. આ તમામ લોકો હાલ જામીન પર મુક્ત છે.