સુરતના વરાછામાં એકતા યાત્રાની સામે કોંગ્રેસ આપના દ્વારે કાર્યક્રમ યોજાયો

Last Modified બુધવાર, 24 ઑક્ટોબર 2018 (12:27 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન્ટ હવે જોવા મળી રહ્યું છે. ત્યારે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામે હવે મત માંગવાના દિવસો દેખાઈ રહ્યાં છે. એક તરફ ભાજપની એકતા યાત્રા ફ્લોપ સાબિત થઈ રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસનો કાયમ રહેલો ફ્લોપ શો જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી મહંતીની ઉપસ્થિતીમાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નં. ૫ ફુલપાડા, અશ્વિનીકુમાર અને બપોરે ૩- કલાકે વોર્ડ નં. ૩ સીમાડા-સરથાણા વિસ્તારમાં કોંગ્રેસ આપને દ્વારે ના શીર્ષક હેઠળ જનસંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ પ્રમુખ દ્વારા સુરત શહેરીજનોની વિવિધ સમસ્યાઓ સાંભળી હતી તેમજ પાર્ટી ફંડ આપેલ આપી આ કાર્યક્રમ ને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસના અગેવાનો હોદ્દેદારો, વોર્ડ પ્રમુખો તેમજ કોંગ્રેસના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.આ પણ વાંચો :