શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 ઑક્ટોબર 2018 (10:44 IST)

નાગેશ્વર રાવ બનેલ સીબીઆઈના અંતરિમ ચીફ, રજા પર ઉતર્યા આલોક વર્મા અને અસ્થાના

સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વચ્ચે ચરમ પર વિવાદો પછી સરકારે એજંસીના બંને નિદેશકોના રજા પર મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે જ તત્કાલ પ્રભાવથી સંયુક્ત નિદેશક એમ. નાગેશ્વર રાવને કેન્દ્રીય એજંસીના અંતરિમ નિદેશક બનાવ્યા છે.  સમાચાર એજંસી ભાષાએ પોતાના સૂત્રોના હવાલાથી બતાવ્યુ છેકે સીબીઆઈ મુખ્યાલયની ઈમારતને સીલ કરવામાં આવી. ન તો કર્મચારીઓ અને ન તો બહારના લોકોને બિલ્ડિંગમાં જવાની મંજુરી છે. 
 
અલોક વર્માના સ્થાને એમ. નાગેશ્વર રાવને સીબીઆઈની કાર્યવાહક ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. રાવ હાલ સીબીઆઈમાં હાલ જોઈંટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. 1986ની બેચના ઓડિસા કેડરના આઈપીએસ અધિકારી રાવ તેલંગાણાના વારાંગલ જીલ્લાના રહેવાસી છે.  
 
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં રાવને તત્કાળ અસરથી વર્માના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈએ પોતાન જ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. તેમની ઓફિસમાં દરોડા પણ પાડવામાં આવ્યા હતાં. એફઆઈઆરમાં અસ્થાના પર માંસના વ્યાપારી મોઈન કુરેશી પાસેથી 3 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
 
આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે દરમિયાનગીરી કરી હતી. ડાયરેક્ટર આલોક વર્માની વડાપ્રધાન સાથે મુલાકાતના એક જ કલાકમાં આ કેસ સાથે સંકળયેલા ડીએસપી રેંકના અધિકારી દેવેન્દ્ર કુમારની ધરપકડ કરવામાં આવી હતી. તેના થોડા કલાકો બાદ કેસ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના ઠેકાણાઓ પર પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતાં.