સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (12:20 IST)

સુરતમાં વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોનો આરોપ

સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનું અપહરણ થયાની ઘટના બની હતી. આ વિદ્યાર્થીની 302 નં.શાળામાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીનું સુરતથી અપહરણ કરીને ઓલપાડ ખાતે લઇ જવામાં આવી હતી. સમગ્ર મામલે ઓલપાડ પોલીસે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓએ સામે સામાન્ય કલમ લગાડીને આરોપીને જામીન મળ્યાં છે. 
પરિવારજનો દ્વારા દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવવામાં આવ્યો છે.સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થિનીનું અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિદ્યાર્થિની લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પરિવારજનોને તેને સારવાર માટે ખસેડતા તે ગંભીર હાલતમાં છે અને હાલ કોમામાં જતી રહી છે. 
જ્યારે બીજી તરફ ઓલપાડ પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી. પરંતુ સામાન્ય કલમ લગાડી બંને આરોપીઓને જામીન આપી દેવાયા છે. વિદ્યાર્થિનીની હાલત જોતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને વિદ્યાર્થિ સાથે દુષ્કર્મ આચરાયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.