સંબંધિત સમાચાર
- પરપ્રાતીયોને નિશાન બનાવી માર મારવાની અફવા ફેલાવનારા કુલ ૨૯ની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
- પરપ્રાંતિય પર હુમલાની ઘટનાઓઃ રાજ્યમાં ૫૬ ગુના દાખલ કરી ૪૩૧ આરોપીઓની ધરપકડ
- પરપ્રાંતિયો પર હુમલા કરવા મામલે 170 જેટલા લોકોની ધરપકડ કરાઈઃ DGP શિવાનંદ ઝા
- મધ્યપ્રદેશમાં 7 વર્ષીય બાળકીથી દુષ્કર્મ, ત્રણ છાત્રની ધરપકડ
- SC/ST એક્ટ પર શિવરાજનુ મોટુ નિવેદન બોલ્યા - તપાસ વગર MPમાં નહી કરવામાં આવે કોઈની પણ ધરપકડ
સુરતમાં પ્રેમિકાના પતિને ફસાવવા માટે મધ્યપ્રદેશથી લાવ્યો બોમ્બ બનાવવાની સામગ્રી
સુરતમાંથી વિસ્ફોટક સામગ્રી સાથે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ તેની પ્રેમિકાના પતિને ફસાવવા માટે કાવતરું ઘડ્યું હોવાનું સામે આવી રહ્યું છે.મળી રહેલી માહિતી મુજબ પોલીસે સોનુસિંગ નામના યુવકે તેની પ્રેમિકાએ છોડી દીધો હતો. જેનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો અને મધ્ય પ્રદેશ જઈને બોમ્બ બનાવવા માટે જરૂરી સામાન લઈ આવ્યો. આ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે આ સામાન તેની પ્રેમિકાના પતિના ઘરમાં મૂકીને તેને ફસાવવા માંગતો હતો.પોલીસે આરોપી પાસેથી તમામ સ્ફોટક સામગ્રી કબેજ કરી તેની વધુ પુછપરછ હાથ ધરી છે. આ મામલે પોલીસ આરોપી સોનુસિંગની પત્ની અને પ્રેમિકાની પણ પુછપરછ કરી રહી છે.
