શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2018 (12:58 IST)

SC/ST એક્ટ પર શિવરાજનુ મોટુ નિવેદન બોલ્યા - તપાસ વગર MPમાં નહી કરવામાં આવે કોઈની પણ ધરપકડ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરૂવારે કહ્યુ કે મધ્યપ્રદેશમાં એસસી એસટી એક્ટ હેઠળ તપાસ વગર કોઈની પણ ધરપકડ કરવામાં નહી આવે.  પોતાના જન આશીર્વાદ યાત્રા દરમિયાન જનજાતીય બાલાઘાટ જીલ્લામાં મીડિયા સાથે વાતચીત કરતા ચૌહાણે એ પણ કહ્યુ કે તેઓ મધ્યપ્રદેશમાં એસસી એસટી એક્ટનો દુરુપયોગ નહી થવા દે. 
 
ચૌહાણે એક ટ્વીટમાં કહ્યુ એમપીમાં નહી થાય એસસી/એસટી અધિનિયમનો દુરુપયોગ, તપાસ વગર નહી થાય ધરપકડ 
 
બતાવાય રહ્યુ છે કે શિવરાજ સિંહ ચૌહાણનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો નિર્ણયને સંશોધન કરીને લગભગ પહેલા જેવી કરી નાખ્યુ છે. જેમા આ એક્ટ હેઠળ આરોપીને અગ્રિમ જામીન મુશ્કેલ છે. એસસી એસટીમાં ફેરફાર પછી રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણને સુવર્ણ જાતિઓનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શુ તેઓ કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મુકશે તો ચૌહાણે કહ્યુ, આદેશ આપવો પર્યાપ્ત છે એ માટે સમાજના દરેક વર્ગનુ કલ્યાણ થશે.  સામાન્ય, એસસી એસટી સૌના અધિકાર સુરક્ષિત રહેશે અને સૌને ન્યાય મળશે. 
 
સામાન્ય પછાત અલ્પસંખ્યક અધિકારી કર્મચારી સંધના પ્રદેશ અધ્યક્ષ કેદાર સિંહ તોમરે કહ્યુ - આ મૌખિક આશ્વાસનથી કશુ નહી થયા. આ કાયદો સામાન્ય ઓબીસી અને અલ્પસંખ્યક સમુહના લોકોના અધિકારનુ હનન થયુ છે. લોકોના ગુસ્સાને જોતા સરકાર મૌખિક રીતે પોતાનો પક્ષ બદલી રહી છે.  અમારો વિરોધ અધિનિયમમાં ફેરફાર પછી જ ખતમ થશે.  
 
એમપી કોંગ્રેસ પ્રવક્તા જેપી ધનોપિયાએ કહ્યુ, 'મુખ્યમંત્રી ચૌહાણ પાસે એ કહેવાનો કોઈ અધિકાર નથી કે તેમણે શુ કર્યુ. ચૌહાણ પહેલા વ્યક્તિ છે જે સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાના પક્ષમાં છે જેમા આ કાયદા હેઠળ ધરપકડ કરવી સહેલી હતી.  હવે આવુ નિવેદન આપીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 
 
બીજી બાજુ શિવરાજ સિંહ ચૌહાણનો બચાવ કરતા બીજેપી પ્રવક્તા હિતેસ્ધ વાજપેયીએ કહ્યુ કે મુખ્યમંત્રીએ કાયદા સંસદ કે અનુસૂચિત જાતિ વિરુદ્ધ કશુ પણ નથી કહ્યુ