ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 2 એપ્રિલ 2018 (10:53 IST)

Bharat Bandh Live Update - SC/ST એક્ટમાં ફેરફાર વિરુદ્ધ ભારત બંધ, બિહાર-ઓડિશામાં ટ્રેન રોકવામાં આવી

એસસી/એસટી એક્ટમાં ફેરફાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ મોટી સંખ્યામાં દલિત સંગઠનોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુપ્રીમ્કોર્ટે એસસી/એસટી એક્ટનો ખોટો ઉપયોગ થવા પર ચિંતા વ્ય્કત કરતા તેમા થોડા ફેરફાર કર્યા હતા. કોર્ટૅના આ નિર્ણય પર દલિત સંગઠને કાયદાને કમજોર કરવાની દલીલ આપી છે અને સતત વિરોધમાં અવાજ ઉઠી રહ્યો છે. 

 Live Update
 
- રાજસ્થાનના ભરતપુરમાં મહિલાઓ લાઠી લઈને રસ્તા પર ઉતરી અને જામ લગાવ્યો બીજી બાજુ બાડમેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝડપ પણ જોવા મળી. જેમા પોલીસ સહિત લગભગ 25 લોકો ઘાયલ થયા. પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. 
 
-પંજાબના પટિયાલામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી. આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી. 
 
- બિહારના અરરિયા, સુપૌલ, મધુબની, દરભંગા, જહાનાબાદ અને આરામાં ભીમ સેનાએ રેલ રોકી અને રસ્તા પર જામ લગાવી દીધો. 
 
- ઓડિશાના સંભલપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી દીધી છે. 
 
- પંજાબના અમૃતસરમાં રસ્તા પર સન્નાટો ફેલાયો છે અને મોટી સંખ્યામાં સુરક્ષાબળ ગોઠવ્યુ છે. 
 
આ બંધનુ આહ્વાન દલિત સંગઠન સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિએ આપ્યુ હતુ. જ્યારબાદ બીજા સંગઠન પણ તેમા જોડાયા હતા.