શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (17:42 IST)

CBSE Boards paper leak - સીબીએસઈનું પેપર ક્યાથી લીક થઈ શકે છે ?

સીબીએસઈ બોર્ડનુ ગણિત અને અર્થશાસ્ત્રની પરીક્ષા ફરીથી થવાને લઈને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે પ્રેસ કૉન્ફેંસ કરી.  પ્રકાશ જાવડેકરે કહ્યુ, ''આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. હુ બાળકો અને માતાપિતાની પરેશાની સમજી શકુ છુ. જે પણ આ પેપર લીકમાં સામેલ હશે તેમને માફી નહી મળે. પોલીસ ટૂંક સમયમાં જ એ અપરાધીઓની ધરપકડ કરી લેશે.  
 
તેમણે કહ્યુ કે દિલ્હી પોલીસ પર તેમને પૂરો વિશ્વસ છે. સીબીએસઈની વ્યવસ્થા ખૂબ ચુસ્ત છે. પણ આ ઘટનાથી તેના પર દાગ લાગ્યો છે.  આ મામલે આંતરિક તપાસ પણ થઈ રહી છે. પેપર લીક વિરુદ્ધ કડક નિયમ બનાવાશે.  સાથે જ તેમને પેપર લીક પર સનસની ન ફેલાવવાની પણ સલાહ આપી છે. 
 
આજે પરીક્ષાની આગામી તિથિ સામે આવવાની શક્યતા છે. પણ જાવડેકરે કહ્યુ કે પરીક્ષા ક્યારે થશે તેનો નિર્ણય સીબીએસઈ કરશે. 
ઉલ્લેખનીય છે કે 10માના ગણિતની પરીક્ષા 28 માર્ચના રોજ થઈ હતી પણ પરીક્ષા ખતમ થવાના એક કલાકમાં જ સેંટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશને આ પરીક્ષા ફરીથી લેવાનુ એલાન કર્યુ. 
 
બીજી બાજુ 12માનું ઈકોનોમિક્સનુ પેપર ફરી લેવાની વાત થઈ જેની પરીક્ષા 26 માર્ચના રોજ થઈ હતી. તેની પાછળનું કારણ પેપર લીક થવાનુ બતાવાય રહ્યુ છે. જો કે સીબીએસઈએ પોતાની પ્રેસ રિલીઝમાં પેપર લીક થવાનો ઉલ્લેખ કર્યો નથી. 
 
સીબીએસઈએ કહ્યુ, ''પરીક્ષાઓ દરમિયાન કોઈ ગડબડીની સૂચના બોર્ડે સંજ્ઞાન લીધી છે. બોર્ડની પ્રતિબદ્ધતા કાયમ રાખવા માટે અને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા ફરીથી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 
ત્યારબાદ બુધવારે પ્રકાશ જાવડેકર મીડિયા સામે આવ્યા હતા. તેમણે પેપર લીક થવાની વાત સ્વીકારી અને કહ્યુ કે તેની તપાસ ચાલી રહી છે અને સોમવારે એક નવી વ્યવસ્થા લાવવામાં આવશે જેથી પેપર લીકનો મામલો ફરી ન થાય.  સવાલ એ ઉભો થાય છે કે પેપર બનવાથી લઈને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા સુધી સીબીએસઈ પ્રશ્ન પત્રને કેટલી અને કેવી સુરક્ષા મળે છે ? છેવટે ક્યાથી પેપર લીક થઈ શકે છે ?
શાળા સુધી કેવી રીતે પહોંચે છે પ્રશ્નપત્ર ?
 
દિલ્હીના બાલ મંદિર સીનિયર સેકંડરી શાળાની પ્રિસિપલ સંતોષ આહૂજા મુજબ શાલા સુધી પ્રશ્ન પત્ર બેંકમાંથી લાવવામાં આવે છે.  તેમણે જણાવ્યુ બેંકમાં પ્રશ્નપત્ર સીબીએસઈ દ્વારા પહોંચાડવમાં આવે છે. જે દિવસે જે વિષયની પરીક્ષા હોય છે એ દિવસે સવારે શાળાના પ્રતિનિધિ બેંક પ્રતિનિધિ અને સીબીએસઈના પ્રતિનિધિ ત્રણેયની હાજરીમાં પ્રશ્નપત્ર બેંકના લોકરમાંથી કાઢવામાં આવે છે. 
 
સંતોષ આહુજા મુજબ જે શાળાને બોર્ડની પરીક્ષાનુ સેંટર બનાવવામાં આવે છે બેંક એ શાળાના ખૂબ જ નિકટ હોય છે. આવામાં બેંકને કસ્ટોડિયન બેંક કહેવામાં આવે છે. કસ્ટોડિયન બેંક કંઈ હશે તેની પસંદગી પણ સીબીએસઈ જ કરે છે અને તેની સૂચના શાળાને મોકલવામાં આવે છે. 
 
પ્રશ્નપત્ર બેંકમાંથી કાઢીને જ્યા સુધી શાળા સુધી પહોંચે છે તો રસ્તામાં એ ગાડીમાં સુરક્ષા ગાર્ડ એક સીબીએસઈનો પ્રતિનિધિ અને એક શાળાનો પ્રતિનિધિ હોય છે. 
 
બોર્ડની પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલા શાળાના પ્રિંસિપલ બોર્ડના હેડ એક્ઝામિનર અને પરીક્ષામાં નજર રાખવામાં સામેલ શિક્ષકોની હાજરીમાં પ્રશ્નપત્ર ખોલવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે છે અને તરત જ સીબીએસઈને મોકલવામાં આવે છે.  દરેક પ્રકિયામાં આ વાતનો ખ્યાલ રાખવામાં આવે છે કે આ પ્રશ્નપત્રની સીલ ખુલી ન જાય. 
 
 
પછી ક્લાસ રૂમમાં શિક્ષક પ્રશ્ન પત્ર વહેંચ્વા માટે નીકળે છે અને નક્કી સમય પર ઘંટી વાગ્યા પછી દરેક ક્લાસમાં એક સાથે એક સમય પર પ્રશ્ન પત્ર વહેંચવા શરૂ થઈ જાય છે. જો કે આ સંપૂર્ણ પ્રક્રિયા પરીક્ષા શરૂ થવાના બે કલાક પહેલા શરૂ થઈને ખતમ થઈ જાય છે. 
 
જ્યારે કે દાવો એ છે કે 12માનુ ઈકોનોમિક્સનુ પેપર અને 10માનુ ગણિતનુ પેપર સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર પરીક્ષાના દિવસ પહેલા જ લીક થઈ ગયુ હતુ. મત અલબ પ્રશ્નપત્ર સેટ થવાથી બેંક સુધી પહોંચવાની વચ્ચેની બધી રમત થઈ છે. 
 
કેવી રીતે તૈયાર થાય છે પ્રશ્નપત્ર 
 
પ્રશ્ન પત્ર તૈયાર કરવાને પ્રક્રિયા દર વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં શરૂ થઈ જાય છે. પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે સીબીએસઈ દર વર્ષે દરેક વિષય માટે ત્રણ કે ચાર વિશેષજ્ઞોની પસંદગી કરે છે.  આ વિશેષજ્ઞોમાં કોલેજ અને શાળાના ટીચર્સનો સમાવેશ થાય છે. 
 
દરેક પ્રશ્નપત્રના ત્રણ સેટ બનાવાય છે. આ ટીચર્સ એ પ્રશ્નપત્રોને એક સીલ બંધ કવરમાં બોર્ડને મોકલે છે.  ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય સમિતિ આ વાતની તપાસ કરે છે કે પ્રશ્નપત્ર બોર્ડના માનકો મુજબ છે કે નહી. આ સમિતિમાં વિશ્વવિદ્યાલય અને શાળાના ટીચર્સ અને પ્રિંસિપલ સામેલ હોય છે.