બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 29 માર્ચ 2018 (16:03 IST)

CBSE પેપર લીક - દિલ્હીના કોચિંગ સેંટર પર છાપા, ક્રાઈમ બ્રાંચ કરી રહી છે તપાસ

. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની 10માં નું ગણિત અને 12માનું અર્થશાસ્ત્રનુ પેપર લીક મામલે દિલ્હી પોલીસે બુધવારે આખી રાત છાપામારી કરી. સમાચાર એજંસી મુજબ છાપામારીની આ કાર્યવાહી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે દિલ્હી સાથે એનસીઆરના અનેક વિસ્તારમાં કરી.  અનેક કોચિંગ સેટર પર પણ છાપામારી થઈ છે. 
 
બીજી બાજુ જાણવા મળ્યુ છે કે સીબીએસઈએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યુ છે કે આ બાબતે 23 માર્ચના રોજ ફરિયાદ મળી હતી. જેમા આરોપીનુ નામ પણ સામે આવ્યુ હતુ. 
પોલીસ આ મામલે અત્યાર સુધી 25 લોકોની પૂછપરછ કરી ચુક્યુ છે. આ સંખ્યા વધી પણ શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે પોલીસ ટૂંક સમયમાં જ મહત્વનો ખુલાસો કરી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે પેપર લીક મામલાની તપાસ માટે દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાંચની એક વિશેષ તપાસ દળ રચના થઈ છે. વિશેષ પોલીસ પ્રમુખ આરપી ઉપાધ્યાયના મુજબ એસઆઈટીનુ નેતૃત્વ સંયુક્ત પ્રમુખ આલોક કુમાર કરી રહ્યા છે.  તપાસ કરનારી એસઆઈટીમાં પોલીસ પ્રમુખ અને સહાયક પોલીસ પ્રમુખ રૈંકના પોલીસ કર્મચારીનો સમાવેશ છે. 
બીજી બાજુ દિલ્હી પોલીસને આપવામાં આવેલ ફરિયાદમાં CBSEએ કહ્યુ છે કે તેમની પાસે 23 માર્ચના રોજ ફેક્સ દ્વારા પેપર લીકની માહિતી આવી હતી. ફરિયાદ મુજબ 23 માર્ચના રોજ ફેક્સ દ્વારા બતાવ્યુ હતુ કે પેપર લીક થવા પાછળ વિક્કી નામના વ્યક્તિનો હાથ છે.  આ વ્યક્તિ કોચિંગ સેંટર ચલાવે છે. 
 
હવે સીબીએસઈ પોતાની ફરિયાદમાં રાજેન્દ્ર નગરની બે શાળાને પણ પેપર લીકમાં આરોપી બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકની ફરિયાદ પહેલા સીબીએસઈના રીજનલ ઓફિસમાં કરવામાં આવી. જેની એક કૉપી પછી દિલ્હી પોલીસના સબ-ઈસ્પેક્ટર સુશીલ યાદવના વ્હોટ્સએપ નંબર પર ફોરવર્ડ કરવામાં આવી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે ત્યારબાદ 26 માર્ચ 2018 એક સરનામા વગરનુ કવર રોઝ એવેન્યૂ સ્થિત આવેલ સીબીએસઈની એકેડેમિક યૂનિટમાં ડિલીવર થયુ. આ કવરમાં 12મા ધોરણનુ ઈકોનોમિક્સનું હાથથી લખેલા 4 પેપર જવાબો સાથે મુક્યા હતા.