ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 29 માર્ચ 2018 (10:58 IST)

શત્રુધ્ન સિન્હા બીજેપી છોડીને કોઈ બીજા દળમાંથી લડશે ચૂંટણી ?

ભાજપાના અસંતુષ્ટ નેતા અને સાંસદ શત્રુધ્ન સિન્હાએ સંકેત આપ્યા કે તેઓ આગામી લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી છોડી શકે છે.  મીડિયા રિપોર્ટ્સ મુજબ બિહારના પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિન્હા કોઈ બીજી પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. 
 
ભાજપાના અસંતુષ્ટ નેતા અને સાંસ્દ શત્રુધ્ન સિન્હાએ સંકેત આપ્યા છે કે તેઓ આગામી લોકસભા ચૂંટ્ણી પહેલા પાર્ટી છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બિહારના પટના સાહિબથી સાંસદ શત્રુધ્ન સિન્હા કોઈ બીજી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. તેમણે એવુ પણ કહ્યુ કે તેઓ પટના સાહિબ સીટ પરથી જ ચૂંટણી લડશે જ્યાથી તેઓ આ સમયે સાંસદ છે. 
 
શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે આગામી ચૂંટણીમા6 જો મને નિર્દલીય ઉમેદવારનાર રૂપમાં લડવુ પડે તો મએન ફરક નથી પડતો. તેમણે કહ્યુ કે અગાઉની લોકસભા ચૂંટણી(2014)માં પણ આ પ્રકારની અફવા હતી કે મને બીજેપીમાંથી ટિકિટ નહી મળે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તેમની સાથે પાર્ટીમાં ખરાબ વર્તાવ થયો છે તો તેમણે હા માં જવાબ આપ્યો. 
 
આ જ પ્રકારની વાતો ત્યારે સામે આવી રહી છે જ્યારે ભાજપાના અસંતુષ્ટ નેતા યશવંત સિન્હા અને શત્રુધ્ન સિન્હાએ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સથે મુલાકાત કરી. તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ બધી ક્ષેત્રીય તાકતોને એક કરવાના પ્રયાસને લઈને મમતાની પ્રશંસા કરી.