Katrina Kaif Baby Boy - વિક્કી કૌશલ અને કેટરીના કૈફે આપ્યા ગુડ ન્યુઝ, 42 વર્ષની વયે માતા બની કેટરીના કેફ
બોલીવુડના સૌથી ચર્ચિત કપલ્સમાં સામેલ કેટરીના કેફ અને વિક્કી કૌશલે મોટા સમાચાર આપ્યા છે. બંનેના ઘરમાં કિલકારી ગુંજી છે. અને તેઓ મમ્મી પપ્પા બન્યા છે . બંનેના જીવનની નવી શરૂઆતની માહિતી તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના ફેંસ સાથે શેયર કરી છે. હવે લગ્નના ચાર વર્ષ પછી આ સુંદર જોડી પોતાની જીંદગીના નવા અધ્યાય પૈરેટહુડની શરૂઆત કરી ચુકી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટ આવતા જ વાયરલ થઈ ગઈ છે અને લોકો કપલને શુભેચ્છા આપી રહ્યા છે. બંનેય થોડા દિવસ પહેલા જ કટરીનાની પ્રેગનેંસીનુ એલાન કર્યુ હતુ.
કેટરીના અને વિક્કીએ આપ્યા ગુડ ન્યુઝ
કેટરિના કૈફ અને વિકી કૌશલે એક કોલૈબ પોસ્ટ શેર કરી અને ફેંસને ગુડ ન્યુઝ આપ્ય કે તેઓ બેબી બોયના પેરેંટ્સ બન્યા છે. તેમણે પોસ્ટના કેપ્શનમાં બંનેયે "બ્લેસ્ડ" લખ્યુ. આ સાથે જ એક પારણુ અને ટેડિ બિયરવાળુ ગ્રાફીક પણ શેયર કર્યુ છે. તેમાં લખ્યું છે, "અમારી ખુશીઓનુ બંડલ આવી ગયું છે. ખૂબ ખૂબ પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા બેબી બોયનુ આ દુનિયામાં સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025, કેટરિના અને વિકી."
વાયરલ થયા સમાચાર
છેલ્લા ઘણા મહિનાઓથી, કેટરિના કૈફ અને વિકી કૌશલના અસંખ્ય ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. ચાહકો આતુરતાથી એક મોટી જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા, અને હવે આખરે તે ક્ષણ આવી ગઈ છે. તાજેતરમાં, સમાચાર આવ્યા કે આ સ્ટાર કપલ તેમના પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. આ ચર્ચાના થોડા દિવસો પછી, તેઓ માતાપિતા બન્યા છે. પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ, અને ચાહકો અને ફિલ્મ સ્ટાર્સ બંનેએ અભિનંદનનો વરસાદ વરસાવ્યો. પોસ્ટ પર ટિપ્પણી કરતા, મનીષ પોલે લખ્યું, "તમને અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન." ગુનીત મોંગાએ પણ પોસ્ટ કર્યું, "ખૂબ ખૂબ શુભેચ્છા અને પુષ્કળ પ્રેમ અને આશીર્વાદ."
કેટરીના કેફ અને વિક્કી કૌશલની લવ સ્ટોરી
બોલિવૂડ ઈંડસ્ટ્રીમાં તેમની લવ સ્ટોરી ચર્ચાનો વિષય બની હતી. જેની શરૂઆત ત્યારે થઈ જ્યારે 2019 માં જ્યારે વિકી કૌશલે એક ચેટ શો દરમિયાન મજાકમાં કેટરિનાને પ્રપોઝ કર્યું ત્યારે તેઓ પહેલી વાર જોડાયા હતા. વિકીએ કોફી વિથ કરણમાં કેટરિનાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે તેઓએ હંમેશા તેમના સંબંધોને ખાનગી રાખ્યા છે, પાર્ટીઓ, ફેમીલી ફંક્શન અને વેકેશનમાં તેઓ એક સાથે ફરતા જોવા મળ્યા જેને તેમના રિલેશન પર મોહર લગાવી.
ખૂબ જ ખાનગી રાખ્યા હતા લગ્ન
લાંબા સમય સુધી ચૂપચાપ રહ્યા બાદ 2021માં તેમના લગ્નના સમાચારે મીડિયામાં હલચલ મચાવી હતી. 9 ડિસેમ્બર 2021 ના રોજ કટરીના કેફ અને વિક્કી કૌશલે રાજસ્થાનના સિક્સ સેંસેસ ફોર્ટ બરવાડમાં એક ખાનગી પણ શાનદાર સમારોહમાં સાત ફેરા લીધા. આ લગ્નમાં ફક્ત નિકટના પરિવાર અને મિત્રો સામેલ થયા હતા. સુરક્ષા અને ગોપનીયતા માટે નો ફોન પોલિસી રાખવામાં આવી હતી. જેને કારણે ફેંસને લગ્નની ઝલક પછી સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી જેમા કેટલીક ખાસ તસ્વીરો જ મળી.