શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ/ હેલ્થ ટિપ્સ ગુજરાતી
Written By
Last Modified: શુક્રવાર, 7 નવેમ્બર 2025 (11:42 IST)

કેન્સર બન્યુ જીવલેણ, અહી જાણો Cancer થી બચવા માટે શુ ખાવુ શુ નહી

cancer
કેન્સર એ નામ છે જેને સાંભળતા જ દિલ કંપી જાય છે. દરેક ઘર, દરેક મોહલ્લામાં હવે કોઈને કોઈ ને આ બીમારી સ્પર્શી ચુકી છે. પણ વિચાર કરો જે રીતે બ્લડ પ્રેશર, શુગર, થાઈરોઈડ, જાડાપણુ, લિવર અને હાર્ટ જેવી બીમારીઓ દરેક ઘરની હકીકત બની ચુકી છે. જો હજુ પણ નહી સંભાળો ખુદને તો એ દિવસ દૂર નથી કે જ્યારે કેન્સર નો દર્દી પણ દરેક ઘરમાં મળશે. પણ સમાચાર એ છે કે તેને રોકી શકાય છે.  કેન્સરને દૂર રાખવાનુ છે તો શરીરને અલકલાઈન બનાવવુ ખૂબ જરૂરી છે. કારણ કે કેન્સર એસિડિક બૉડી એનવાયરનમેંટ માં ઝડપથી વધે છે. જ્યારે કે તેને કંટ્રોલ કરવો મુશ્કેલ નથી બસ તેને માટે કેટલાક સહેલા સ્ટેપ્સ લેવા પડશે.  
 
પહેલુ સ્ટેપ 
તમારા દિવસની શરૂઆત લેમન વોટરથી કરો. કારણ કે લીંબૂ પાણી ડાયજેસ્ટ થાય છે તો એ શરીરમાં અલકલાઈન બાયપ્રોડક્ટ્સ બનાવે છે. જે શરીરના એસિડને ન્યૂટ્રલાઈઝ કરીને pH લેવલને બેલેંસ કરે છે.  
 
બીજુ સ્ટેપ 
વધુમાં વધુ ગ્રીન વેજિટેબલ અને સેલેડ ખાવ.. પાલક, કેળ, બ્રોકલી આ બધુ સુપર અલકલાઈન ફુડ્સ છે. તેમા મિનરલ્સ, આયરન, ફાઈબર બધુ જ છે જે શરીરને ડિટોક્સ એનર્જીથી ભરપૂર અને રોગોથી દૂર રાખે છે.  
 
ત્રીજો સ્ટેપ 
પ્રોસેસ્ડ ફુડ અને શુગરથી દૂરી બનાવો. આ બધા ફુડ હાઈલી એસિડિક હોય છે. ફાસ્ટ ફુડ, રેડી-ટૂ-ઈટ સ્નેક્સ, સોફ્ટ ડ્રિંક્સ. શરીરમાં એસિડિટી, ફૈટ અને સેલ ડેમેજ વધારે છે. 
 
ચોથો સ્ટેપ 
અઠવાડિયામાં એક દિવસ નિર્જલા કે પછી જલોપવાસ કરો. શરીરને રેસ્ટ આપવાથી ટૉક્સિન્સ બહાર નીકળે છે. બોડીની ડિફેંસ સિસ્ટમ એક્ટિવ થાય છે અને ઈમ્યુનિટી મજબૂત થાય છે.  એક વધુ વાત ટેન્શન ઓછામાં ઓછુ લો કારણ કે 'Stress' જ એ ચિંગારી છે જે શરીરના સેલ્સને ઈમ્બેલેંસ કરી દે છે.  
તો સમય રહેતા ખરાબ આદતોને છોડી દો. જીવનને અલકલાઈન અને યોગ સાથે એક્ટિવ બનાવવાની શરૂઆત કરો.  HPV અને હેપેટાઈટિસ-B વેક્સીન મેમોગ્રાફી, લંગ સ્કૈનિંગ અને કોલોનોસ્કોપી જેવી સ્ક્રીનિંગ, રૂટીનમાં કરવાની આદત નાખો. અમેરિકા અને ચીને પણ આ જ કર્યુ છે. પરિણામ છેલ્લા 30 વર્ષમાં ત્યા કેંસરથી મોત  40% સુધી ઘટી ગયુ છે. આવામાં બાબા રામદેવથી પણ જાણો કેન્સરથી કેવી રીતે બચવુ.  
 
જીવલેણ કેન્સર 
 યોગ્ય સમય પર કેન્સરની ઓળખ થવાથી સારવાર શક્ય છે. શરૂઆતી સ્ટેજમાં ઠીક થવાના ચાંસ વધુ હોય છે.  જો કે  70% લોકોનુ કેન્સર લાસ્ટ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. દર 9 માંથી એક પર કેન્સરનો ખતરો.  ઓક્સફોર્ડની રિપોર્ટ મુજબ ભારતમાં બ્રેસ્ટ કેન્સરથી 40 ટકા મહિલાઓ ગ્રસિત છે. બીજી બાજુ 10 વર્ષમાં ડેથ રેટમાં કમી આવી છે.  આ ઉપરાંત સર્વાઈકલ રેટ  70% સુધી પહોચી ગયો છે. 
 
કેન્સરના જોખમી પરિબળો
 
સ્થૂળતા
 
ધૂમ્રપાન
 
દારૂ
 
પ્રદૂષણ
 
જંતુનાશકો
 
સનબર્ન
 
કેન્સરથી બચવા માટે શું ટાળવું?
 
પ્રક્રિયા કરેલા ખોરાક
 
તળેલા ખોરાક
 
લાલ માંસ
 
કાર્બોનેટેડ પીણાં
 
કેન્સર નિવારણ ટિપ્સ
 
ઘઉંનું ઘાસ
 
ગિલોય
 
કુંવારપાઠું
 
લીમડો
 
તુલસી
 
હળદર