મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 23 ઑક્ટોબર 2018 (13:37 IST)

SCનો મોટો નિર્ણય, દિવાળી પર ફક્ત 2 કલાક માટે ફટાકડા ફોડી શકશો

દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉપ્તાદન વેચાન અને ઉપયોગ પર મોટો નિર્ણય સંભળાવતા કહ્યુ કે કોશિશ કરવામાં આવે કે ઓછા પ્રદૂષણવાળા ફટાકડાનો ઉપયોગ કરવામાં આવે જેથી પર્યાવરણને નુકશાન ન થઈ શકે. સુપ્રીમ કોર્ટ મુજબ દિવાળી પર લોકો રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યાસ ઉધી ક્રિસમસ અને ન્યૂ યર પર રાત્રે 11.45 વાગ્યાથી  12.15 વાગ્યા સુધી જ ફટાકડા ફોટી શકશે. આ ઉપરાંત કોઈપ વિક્રેતા ઓનલાઈન ફટાકડા વેચી શકે નહી. સર્વોચ્ચ કોર્ટે દેશમાં કેટલીક શરતો  સાથે ફટાકડા વેચાણને મંજૂરી આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે ફક્ત લાઈસેંસધારી જ ફટાકડા વેચી શકશે.  ઝડપી અવાજવાળા ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ રીતે રોક રહેશે.  સુપ્રીમ ઓર્ટે પોતાના નિર્ણયમાં ધાર્મિક જલસામાં પણ ફટાકડા પ્રગટાવવા પર બેન લગાડવામાં આવ્યો છે. 
 
 
કોર્ટે દેશભરમાં પ્રશાસનને આદેશ આપ્યો કે ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં સતત તપાસ કરવી જોઈએ કે હાનિકારક કેમિકલનો ઉપયોગ તો નથી થઈ રહ્યોને.. કોર્ટે સ્પષ્ટ કહ્યુ છે કે આ આદેશ દિવાળી માટે જ નહી પણ દરેક ધાર્મિક અને સામાજીક તહેવાર પર લાગૂ રહેશે.  સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે થોડા દિવસ પછી જ દિવાળીનો તહેવાર છે. 
 
ગયા વર્ષે પણ લગાવ્યુ હતુ બેન 
 
આ પહેલા ગયા વર્ષે કોર્ટ પ્રદૂષણને ધ્યાનમાં રાખતા દિવાળી પહેલા દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર રોક લગાવી હતી. દિવાળીના ઠીક પહેલા 9 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવતા પોતાના આદેશમાં એ પણ કહ્યુ હતુ કે કેટલીક શરત સાથે ફટાકડાનુ વેચાણ એક નવેમ્બર 2017 મતલબ દિવાળી પછી ફરીથી કરી શકાશે.