સંબંધિત સમાચાર
- 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસેની ઘટના, 2 આદિવાસીઓની હત્યા
- વડોદરમાં ચોર ચોરી કરવા માટે કઈક નહી મળ્યુ તો રસોડામાંથી ચણા ફાક્યા
- કેન્દ્ર સરકારે રાજ્યસભામાં સ્વીકાર્યુંઃ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની 45% જગ્યાઓ ખાલી
- વડોદરામાં 3 વિદેશી વિદ્યાર્થીઓ બાખડ્યા, પાપુઆ ન્યૂ ગિની દેશના વિદ્યાર્થીને છરી મારી
- વડોદરામાં શહેર ભાજપ પ્રમુખે જાહેરમાં કહ્યું, મત નથી મળ્યા ત્યાં વિકાસ કામો ના કરાય
સ્ટેચ્યુ ઓફ યુનિટી' પાસે બે આદિવાસીઓને માર માર્યો, 6ની ધરપકડ
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નજીક નિર્માણાધીન 'આદિવાસી મ્યુઝિયમ' સાઈટ પર છ કામદારોના જૂથ દ્વારા ચોરીની શંકામાં બે આદિવાસીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો.
ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નજીક નિર્માણાધીન 'આદિવાસી મ્યુઝિયમ' સાઈટ પર છ કામદારોના જૂથ દ્વારા ચોરીની શંકામાં બે આદિવાસીઓને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. નર્મદાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેએ જણાવ્યું કે આ ઘટના 6 ઓગસ્ટની રાત્રે બની હતી અને મૃતકોની ઓળખ જયેશ તડવી અને સંજય તડવી તરીકે કરવામાં આવી છે.
"છ બાંધકામ કામદારોના જૂથે કેવડિયાના રહેવાસી જયેશ અને નજીકના ગભાણ ગામના રહેવાસી સંજયને બાંધી દીધા હતા અને પછી તેમને માર માર્યા હતા," એસપીએ જણાવ્યું હતું. જયેશનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે સંજયનું આજે સવારે રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું.
