1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Surat criminal arrested after 21 years

સુરતમાં રૂમ પાર્ટનરની હત્યા કરી ફરાર આરોપીની 21 વર્ષ બાદ ધરપકડ, બની ગયો સંતાનોનો પિતા

સુરતમાં રૂમ પાર્ટનર
સુરત પોલીસે હત્યાના કેસમાં 21 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 18 વર્ષના પોતાના રૂમ પાર્ટનરની રૂપિયાના વિવાદ બાદ હત્યા કરી હતી. તેને લગ્ન પણ કરી લીધા હતા અને તેને 10 અને 7 વર્ષના બાળકો પણ છે.
 
મળતી માહિતી અનુસાર 21 વર્ષ પહેલાંન 1999માં સુરતના ઉધના ક્ષેત્રના ખત્રીનગર ઝૂંપડપટ્ટીમાં રામનરેશન મઝરાદીન વર્મા અને આરોપી મુનેશ્વર સાથે રહેતો હતો. બંને ઘર ખર્ચ સાથે ઉઠાવતા હતા. જોકે થોડ મહિના બાદ મુનેશ્વર ઘર ખર્ચ આપવામાં આનાકાની કરવા લાગ્યો. એક દિવસ બંને વચ્ચે આ વાતને લઇને ઝઘડો થયો. આ દરમિયાન આવેશમાં આવેલા મુનેશ્વરએ રામનરેશને ચાકૂ મારી દીધું હતું. આ અવસર પર મુનેશ્વરનું મોત થયું હતું. 
 
સુરત પોલીસે જણાવ્યું કે આરોપી મુનેશ્વર હત્યા બાદ યૂપી ભાગી ગયો હતો. પોલીસે ખૂબ તપાસ કરી હતી, પરંતુ તેની કોઇ ખબર પડી ન હતી. આરોપીએ આ દરમિયાન લગ્ન પણ કર્યા હતા. તેના 10 વર્ષીય અને સાત વર્ષીય બે બાળક પણ છે. આરોપી ગત 10 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહેતો હોવાની સૂચનાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. 
 
હત્યાના આરોપમાં મુનેશ્વરની ધરપકડ બાદ તેની પત્ની તૂટી ગઇ. તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે મુનેશ્વરે હત્યા વિશે ક્યારેય પણ ઉલ્લેખ કર્યો નહી. મુનેશ્વરને અંધારા રાખીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન બાદ સુરતમાં રહેતા હતા.
આગળનો લેખ
લોકલ ફોર વોકલ: નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ