શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (22:03 IST)

લોકલ ફોર વોકલ: નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ

ભારત સરકારની પહેલ "લોકલ ફોર વોકલ" અને રેલવે મંત્રાલયના સહયોગથી ફરી એકવાર મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC), રિજીનલ ઓફિસ અમદાવાદ દ્વારા નવા વર્ષ માટે ખાસ ચાર વિશેષ ટૂરિસ્ટ ટ્રેનો ચલાવવાની પહેલ કરવામાં આવી છે. IRCTC પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયન (IRTS) એ જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧ માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧ માં બે ભારત દર્શન ટ્રેનો ચલાવે છે. 
 
આ તમામ ટ્રેનો રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ યાત્રા બહુજ કિફાયતી ટિકિટ માં ઉપલબ્ધ છે. જેમાં ટ્રેન મુસાફરી, ભોજન (નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન), માર્ગ પરિવહન માટેની બસની વ્યવસ્થા, ધર્મશાલા આવાસ અને ટૂર એસ્કોર્ટ, કોચ સુરક્ષા ગાર્ડની સુવિધા, સફાઈ ની વ્યવસ્થા ,સુરક્ષા ની વ્યવસ્થા અને અનાઉન્સમેન્ટ ની સુવિધા ઉપલબ્ધ રહેશે.
 
IRCTC એના સિવાય અમદાવાદથી એર પેકેજ - કેરળ , નોર્થ ઈસ્ટ ,સિમલા મનાલી ,અંદમાન અને રાજકોટ થી સ્પેશ્યલ ચાર્ટર કોચ - હૈદરાબાદ સાથે રામોજી ફિલ્મ સિટી અને કેરળ ટૂર નું પણ આયોજન કરેલ છે. અને કેવડિયા માટે IRCTC દ્વારા મુંબઇ - અમદાવાદ અને વડોદરા થી ટૂર પેકેજીસ પણ ચલાવવામાં આવી રહ્યા છે. 
 
વધારે માહિતી માટે સંપર્ક 079-26582675, 8287931718, 8287931634 અને ટિકિટ ઓનલાઇન બુકિંગ સુવિધા www.irctctourism.com પર ઉપલબ્ધ છે અને મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.
 
રાહુલ હિમાલિયન ને એમ પણ કહ્યું હતું કે ઉપરોક્ત બધી ટ્રેનો માં કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને, મુસાફરી શરૂ કરતા પહેલા તમામ મુસાફરોની સલામતી માટે થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવશે. ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ હોય તો એક અલગ કોચની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
 
વિશ્વવ્યાપી કોવિડ -19 સમસ્યાને ધ્યાનમાં રાખીને, બધા કોવિડ સલામતીનાં પગલાં IRCTC દ્વારા અપનાવવામાં આવશે. મુસાફરોને સુખદ ધાર્મિક યાત્રા કરાવામાં આવશે. મુસાફરો ની યાત્રા સુખદ બનાવવા માટે "રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કોવીડ-19 ની સુરક્ષાના નિયમો ના પાલન માટે યાત્રીઓ પાસે અપેક્ષા રાખીએ છીએ." અને તેમની યાત્રાને આનંદપ્રદ બનાવવા માટે IRCTC સાથે સહયોગ આપવાની વિનંતિ છે