1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (19:33 IST)

જેઠાણીનું દિયરને ફરમાન, પત્ની સાથે સંબંધ રાખશો તો ઝેર પી લઇશ

રાજ્યમાં ઘરેલૂ હિંસાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આણંદ તાલુકાના ગાના ગામની એક મહિલાએ પોતાના પતિ અને તેના સાસરીયા વિરૂદ્ધ દહેજ માંગીને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ ફરિયાદમાં કહ્યું કે તેનો પતિ પૈસાની માંગણી કરી રહ્યો છે અને તેને છુટાછેડા આપવાની ધમકી આપી રહ્યો છે. 
 
જેઠાણી તેના પતિને કહે છે કે તે મારી સાથ શારિરિક સંબંધ ન બનાવે અને બીજો પુત્ર પેદા ન કરે. જો મારી સાથે પતિ સંબંધ રાખશે તો તે ઝેર પી લેવાની ધમકી આપતી હતી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી મહિલાએ પોતાના સાસરીયા વિરૂદ્ધ અને પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે મહિલા પોલીસની મદદથી પતિ, સાસરીયા અને જેઠ-જેઠાણી વિરૂદ્ધ કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. 
 
ગાના ગામમાં રહેતી આ મહિલા ઘરનું કામ કરે છે. મહિલાના લગ્ન 10 ફેબ્રુઆરી, 2018ના રોજ શૈલેષ ઠક્કર સાથે થયા હતા. શરૂઆતમાં સંસાર સારો ચાલતો અને એક પુત્ર છે. પરંતુ પછી શૈલેષ અને તેના સાસરીવાળા તેને મેણા મારવાનું શરૂ કર્યું. એટલું જ નહી મહિલાને માનસિક અને શારિરીક ત્રાસ આપવા લાગ્યા. મહિલાએ જણાવ્યું કે મેણા મારતા હતા કે તુ તારા બાપના ઘરેથી શું લાવી છે. જ્યારે શૈલેષ છુટાછેડા અને બીજા લગ્ન કરવાની ધમકી આપી રહ્યો હતો. 16 જાન્યુઆરી 2020ના મહિલા સાથે મારઝૂડ કરતો હતો અને ઘરમાંથી બહાર નિકાળી દેવામાં આવી. 
 
મહિલાએ એ પણ ફરિયાદ કરી કે તેના પુત્રને તેના સસરાની દુકાન લઇ ગયા હતા. આ દરમિયાન તે ટેબલ પરથી પડી જતાં સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો. જ્યારે જેઠાણી સતત તેના પતિની કાન ભંભેરણી કરે છે. તમે તમારી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવો નહી. બીજા પુત્રને જન્મ આપવો નહી. જો સંબંધ બનાવશે તો હું ઝેર પી લઇશ. કંટાળીને મહિલાએ આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે શૈલેષ ઠક્કર, જેઠ અંકિત ઠક્કર, જેઠાણી કાજલ, સસરા દિનેશ કુમાર અને સાસુ જયશ્રીબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તેના પતિની પણ પૂછપરછ કરવામાં આવી છે.