સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (20:24 IST)

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો, આજે નોંધાયા 490 કેસ, 2ના મોત

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની અસરકારક અને પરિણામલક્ષી કામગીરી અને લોકોની કોરોના પ્રત્યેની જાગૃતિને કારણે કોરોના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.  
 
રાજ્યમાં આજે કોવિડ-19ના 490 દર્દીઓ નોંધયા અને રાજ્યભરમાં 707 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.  આ સાથે રાજ્યનો રિકવરી રેટ 96.07 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે  2,47,223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 
 
રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,999 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,893 વ્યક્તિઓ હોમ ક્વોરેંટાઈન છે. અને 106 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેંટાઈનમાં રાખવામાં આવ્યા છે.