મંગળવાર, 30 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જાન્યુઆરી 2021 (16:51 IST)

બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર મહિલા PSIનો લાઠીચાર્જ

babra news
બાબરામાં બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરતી મહિલાઓ પર આજે પોલીસ તૂટી પડી હતી. મહિલા PSI દ્વારા મહિલાઓ પર લાઠીચાર્જ કરવામાં આવતા ભાગદોડ મચી હતી. પોલીસે પાથરણાવાળાનો સામાન પણ ફેંકી દીધો હતો. આથી સ્થાનિક મહિલાના ટોળા એકત્ર થઈ ગયા હતા. જો કે, પોલીસના લાઠચાર્જથી અફરાતફરી મચી ગઇ હતી. બાબરામાં વર્ષોથી ભરાતી બુધવારી બજારમાં પાથરણા પાથરી ધંધો કરી રોજે રોજનું કામ કરતા મધ્યમ વર્ગના લોકો અહીં આવે છે. મધ્યમ વર્ગના લોકો વસ્તુ સસ્તી મળતી હોવાને કારણે બુધવારે ખરીદી કરે છે. પરંતુ આજે અહીં સ્થાનિક PSIએ વિવાદ સર્જી મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી દીધો હતો. મહિલાઓના ટોળા એકઠા થયા હતા પરંતુ આ મહિલા PSI ઉશ્કેરાયને કેટલીક મહિલાઓ પર લાઠીચાર્જ કરી દેતા ખરીદી કરાવા આવેલા લોકોમાં પણ અફરાતફરી મચી ગઇ હતી. મહિલાઓ સામે પોલીસની દાદાગીરી સામે આવતા નાછૂટકે લોકોને ભાગવાનો વારો આવ્યો હતો.મહિલાઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મહિલાઓ સુરક્ષિત છે તેવા બણગાં ફૂંકે છે. રાજ્ય સરકાર આ દ્રશ્યો જુએ અને જેની જવાબદારી સુરક્ષા કરવાની છે તે જ પોલીસ ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવી હોય તેવું લાગી રહ્યું છે. અમારા નાના બાળકોને પણ પોલીસે છોડ્યા નથી અને તેમના પર પણ લાઠી વરસાવી હતી. લાઠીચાર્જનો વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.