Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Phool kajali vrat 2026 - ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ

Updated: સોમવાર, 31 ઑગસ્ટ 2026 (10:52 IST)
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે . 
 
હિંદુ ગુજરાતી પંચાગ મુજબ શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રતરખાય છે. આ સમયે આ વ્રત (ફૂલ કાજળી વ્રત 2024) phool kajali vrat 2026 0 date- 31 ઓગસ્ટ 2026
 
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
 
પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી.
ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી. પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.
 
આ દિવસે વ્રત કરનાર પવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો. ઉત્તમ મહેંકવાળુ કોઈપણ ફુલ લઈ શકાય.
સાનેજ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવુ.
ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે.
શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે.
 
પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધા અને ભકતિભાવથી આ વ્રત કરનાર કુંવારી કન્યાઓ ને વ્રત કરી ભાવિ પતિ સારો મળે તેની કામના કરે છે.

વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારીકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ધાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ  લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ-પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો.  સૌથી પહેલામા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલ હતું. આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈપણ વસ્તુ ખાવા-પીવા માટે ફૂલ સૂંધીને અંગીકાર કરવામાં આવે છે. ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે અલ આહાર લેવો હોય.  ગુલાબ, મોગરો, કેવડો કે અન્ય કોઈ પણ ફૂલ સૂંઘી શકાય. સાંજે ગાયનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરી ઈષ્ટ દેવની સ્તુસ્તિ કરવી. 
 
 ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવા મળે છે. તેમ જ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મહિલાઓ આ વ્રત કરે છે. 
 
કુંડળીમાં ગુરુ કે શુક્ર જેવા શુભ ગ્રહો આપના થતાં હોય કે નિર્બળ બનતા હોય અથવા પાપગ્રહ હોય ત્યારે આવું વ્રત કરવાથી લગ્નજીવનમા કંઈક અંશે સુખમય નિવડે તેવી શિવજી પાસે પ્રાર્થના અરજ કરી શકાય. વિશેષમાં આ વ્રત રાત્રે જાગરણ કરવાથી સંપન્ન થશે. રાત્રે વ્રત કરનાર ભક્તિ ભજન કે અર્થ સાથે જાગરણ કરી અને આ વ્રત પૂર્ણ કરે છે. 

વધુ જુઓ..

શું ઊંઘની કમીથી વધી શકે છે હાઈપરટેન્શન નો ખતરો ? જાણો શું કહે છે ડોક્ટર

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

જો તમે પહેલીવાર માતા બની રહ્યા છો, તો જાણો શું કરવું અને શું ન કરવું

કોલેસ્ટ્રોલ વધવા પાછળના કારણો શું છે? જાણો અને આજથી તમારી લાઈફસ્ટાઈલમાં કરો આ ફેરફાર

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

વધુ જુઓ..

Phool kajali vrat 2026 - ફૂલ કાજળી વ્રત કરવાની વિધિ

Bol Choth Katha - આજે કરવામાં આવશે બોળ ચોથ, જાણો આ વ્રતની પૂજા વિધિ અને વ્રત કથા

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

ક્યારે છે બોળ ચોથ કે બહુલા ચોથ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments