1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
  4. floyd-mayweather-vs-manny-pacquiao

મેયવેદર vs પકયાઉ 'વચ્ચે ફાઈટ ઓફ ધ સેંચુરી' આજે, ઈનામી રકમ 2500 કરોડ રૂપિયા !!!

મેયવેદર vs પકયાઉ
ફ્લૉએડ મેયવેદર અને મૈની પક્યાઉ વચ્ચે શનિવારે થનારી બોક્સિંગનો મુકાબલો સદીની સૌથી મોટી ફાઈટ ના રૂપમાં જોવાય રહી છે. આ ફાઈટ અમેરિકી શહેર લાસ વેગાસના એમજીએમ ગ્રૈંડ અરીનામાં રમાશે. 16,500 લોકો આ અરીનામાં ફાઈટ જોઈ શકે છે. ફાઈટની ઈનામી રકમ લગભગ 2500 કરોડ રૂપિયા છે. વિજેતાને વેલ્ટરવેટ ટાઈટલ ઉપરાંત એક હીરા જડિત બેલ્ટ પણ આપવામાં આવશે. જેની કિમંત કરોડોમાં છે. ઉલ્લેખનીય છે કે વેલ્ટરવેટ હરીફાઈ લાઈટવેટ અને મિડલવેટ વર્ગની વચ્ચે થાય છે. 
 
સેલેબ્રિટીઝમાં મચી હોડ 
 
આ હાઈ પ્રોફાઈલ બોક્સિંગ હરીફાઈને જોવા માટે એક્ટર્સ, સિંગર્સ અને શ્રીમંતો વચ્ચે હોડ લાગી છે. આ ઉપરાંત આ મુકાબલા પર લગભગ 20 હજાર કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં એક્ટર કીયાનૂ રીવ્સ, સિલ્વેસ્ટર સ્ટાલન, માર્ક વૉલબર્ગ અને બાસ્કેટબોલ પ્લેયર જેરેમી લિન પોતાનું સમર્થન પકયાઉ પ્રત્યે જાહેર કરવા માટે તેમને મળી ચૂક્યા છે. બીજી  બાજુ સિંગર મૈરી કૈરી અને જસ્ટિસ બીબર મેયવેદરને સપોર્ટ કરી રહ્યા છે. આ ફાઈટને જોવા માટે ઈંટરનેટ પર રેકોર્ડ 30 લાખ 'પે પર વ્યૂ'  બુક થયા છે.  છેલ્લો રેકોર્ડ 24 લાખનો છે. 
 
મેયવેદર 
 
- ફોર્બ્સ મેગેઝીનના મુજબ છેલ્લા બે વર્ષમાં મેયવેદર દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારો એથલીટ છે. 
-મેયવેદર છેલ્લીવાર 1996માં થયેલ અટલાંટા ઓલિમ્પિકના સેમીફાઈનલમાં હાર્યા હતા. 
- બાળપણમાં મેયવેદર માઈક ટાયસનના ફેન હતા અને તેમને જોઈને જ શીખતા હતા. 
- મેયવેદરનુ બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યુ. તેઓ અમેરિકાના મિશિગનમાં પોતાના ચાર ભાઈ-બહેનો સાથે એક રૂમમાં રહ્યા. 
 
પકયાઉ 
 
- 14 વર્ષની વયે પિતા સાથે ઝગડો કરીને ઘરેથી ભાગ્યા. રસ્તા પર ડોનેટ્સ વેચ્યા. પછી 16 વર્ષની વયે બોક્સિંગ પ્રત્યે આકર્ષિત થયા 
- પકયાઉ એક સિંગર પણ છે. તેમણે એક ગીત ગાયુ છે. જે મેયવેદર સાથે થનારી તેમની ફાઈટને સમર્પિત છે. 
- પક્યાઉ ફિલિપીંસ આર્મીમાં લેફ્ટિનેંટ કર્નલ છે. 
 
મેયવેદર v/s પક્યાઉ 
 
- 66 પંચ પ્રતિ રાઉંડ વરસાવે છે પકયાઉ.. 34 પંચ પ્રતિ રાઉંડ મારે છે મેયવેદર. 
- ટ્રેનિગ સેશનમાં મેયવેદર સરેરાશ 1 હજાર સિટઅપ કરે છે. બીજી બાજુ પક્યાઉ 2500 
- મેયવેદર દ્વારા નૉકઆઉટ કરવાના પર્સનટેજ 55.3 છે જ્યારે કે પક્યાઉના નૉકઆઉટ કરવાનો આંકડો 66 ટકા.