અભિષેક બચ્ચન
બોલીવુડના સૌથી લોકપ્રિય અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લાડલા દિકરા અભિષેક બચ્ચને વર્ષ 2000માં જે.પી. દત્તાની ફિલ્મ રેફ્યુજી દ્વારા બોલીવુડમાં પદાર્પણ કર્યુ. રેફ્યુજી કંઈ ખાસ ઉકાળી શકી નહીં. ત્યારબાદ રીલીઝ થયેલી તેરા જાદુ ચાલુ ગયા, ઢાઈ અક્ષર પ્રેમ કે, બસ ઈતના સા ખ્વાબ હૈ, શરારત, હાં મેને ભી પ્યાર કિયા, મુંબઈ સે આયા મેરા દોસ્ત, જમીન, નાચ અને રન જેવી સુપરફ્લોપ ફિલ્મોમાં અભિષેકનો અભિનય નકામો નીવડ્યો. 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં જન્મેલો અભિષેક બચ્ચન તેના પિતાની જેમ પ્રસિદ્ધિના શીખરે તો નથી પહોંચી શક્યો. પરંતુ તેના અભિનય દ્રારા તેણે તેની અંદર રહેલી આંતરીક ક્ષમતાઓનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.
સ્ટારસન હોવા છતાય અભિષેકે ક્યારેય તેના માતા પિતાના નામને વટાવવાનો લેશમાત્રય પ્રયત્ન કર્યો નથી. અત્યાર સુધી તેને બોલીવુડમાં જેટલી સફળતા પ્રાપ્ત થઈ છે તેનો નિમિત્ત તે પોતે જ છે. ખરેખર તો સ્ટારપુત્ર હોવાને લીધે તેના પર પિતાની જેમ હિટ ફિલ્મો આપવાનું દબાણ રહે છે. જેનો અભિષેકે અત્યાર સુધી સફળતાપૂર્વક સામનો કર્યો છે. પિતા અમિતાભની જેમ જ કદાવર એવા અભિષેકે મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલ, બોમ્બે સ્કોટીશ સ્કૂલ અને નવી દિલ્હીની મોર્ડન સ્કૂલમાંથી શાળા અભ્યાસ કર્યો.
ત્યારબાદ કોલેજનું શિક્ષણ મેળવવા તે સ્વીટ્ઝરલેન્ડ ગયો. ત્યાંથી તેણે ઉચ્ચ શિક્ષણ માટે અમેરીકાની બોસ્ટન યુનિવર્સિટી તરફ પ્રયાણ કર્યુ.
અભિષેકે વર્ષ 2000માં ફિલ્મ રેફ્યુજી દ્રારા તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી. જો કે તેની પહેલી ફિલ્મ નીષ્ફળ નીવડી. ત્યારબાદ સતત ચાર વર્ષો સુધી અભિષેક અનેક ફિલ્મોમાં સફળતાની આશાએ કામ કરતો રહ્યો. જો કે તે સ્ટાર સ્ટેટસથી છેટો જ રહ્યો. આખરે મણીરત્નમની ફિલ્મ યુવા દ્રારા તે ફિલ્મ રસીયાઓની નજરમાં વસી ગયો.
યુવામાં તેણે નીભાવેલી લલ્લનની ભૂમિકાને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પ્રાપ્ત થયો અને ત્યારબાદ તો અભિષેકે પાછા વળીને જ ન જોયું. 2004માં રીલીઝ થયેલી ધૂમ ફિલ્મે તેના કેરીયરમાં ધૂમ મચાવી દિધી. 2005માં બંટી ઔર બબલી, સરકાર, દશ અને બ્લફમાસ્ટર દ્રારા અભિષેકે તેનું ફલક વિસ્તાર્યુ. તેમાંથી સરકાર ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પ્રાપ્ત થયો. 2006માં રીલીઝ થયેલી અભિષેક અભિનીત ઉમરાવ જાન બોક્સ ઓફિસ પર ધોવાઈ ગઈ. પરંતુ ધૂમ-2 એ તેના હિસાબને સરભર કર્યો.
2007માં અભિષેક મણીરત્નમની ગુરૂ ફિલ્મ પ્રત્યે ખાસો આશાવાદી છે. ફિલ્મ જગતમાં સ્થાયી થઈ ચૂકેલો અભિષેક હજુ સુધી અંગત જીવનમાં સ્થાયી થયો નથી. 2002માં તેનું અભિનેત્રી કરીશ્મા કપૂર સાથે સગપણ થયું. પરંતુ કોઈક કારણસર તે સગપણ લગ્નબંધન સુધી ન પહોંચી શક્યું. ત્યારબાદ અભિષેક અને રાની મુખરજીના સંબંધોને લઈને ખાસી વાતો ઉડી અને હમણા હમણાથી ઐશ્વર્યા રાય સાથે તેના લગ્ન થઈ ગયા હોવાની વાતો સાંભળવા મળી રહી છે. છ ફૂટ ત્રણ ઈંચ ઉંચો અભિષેક જીવનમાં જે પણ કંઈ કરીએ તે દિલથી કરીએ તેવા સિદ્ધાંતમાં માને છે. હિન્દી અને અંગ્રેજી સાથે ફ્રેન્ચ ભાષાનો પણ જાણકાર એવો અભિષેક અન્ય સ્ટારપુત્રોથી વિપરીત સ્ટારપુત્ર હોવાનો જરાય ગર્વ કરતો નથી.
યુવાનોના દિલની ધડકન બની ચૂકેલા અભિષેક પાછળ યુવતીઓ ગાંડી છે. પરંતુ ક્યારેય તેણે તેના સ્ટાર સ્ટેટસનો લાભ ઉઠાવ્યો નથી. મિતભાષી એવા અભિષેકની સ્ટાઈલ અને લુક યંગ જનરેશનના ફેશન આઈકોન બની ચૂક્યા છે. હજુ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને આવ્યાને ગણતરીના જ વર્ષો વિત્યા છે પણ છતાય તે જૂનીયર બિગ બી તરીકે ઓળખાવા લાગ્યો છે. માત્ર ગણતરીની હિટ ફિલ્મ આપવા છતાય તેને મળેલું આ બિરૂદ તેને શ્રેષ્ઠ અભિનય કરવાનું પ્રોત્સાહન આપે છે.
હોટ એન્ડ હેન્ડસમ એવો અભિષેક બોલીવુડના અભિનેતાઓ વચ્ચે લાંબી રેસનો ઘોડો સાબિત થશે તે વાતમાં કોઈ જ શંકા નથી.