1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. Onion Rings Recipe Gujarati

ઇવનિંગ સ્નેક્સમાં બનાવો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ, ચા સાથે લાગશે એકદમ સ્વાદિષ્ટ

Onion Rings Recipe Gujarati
સાંજની ચા સાથે કંઈક ક્રિસ્પી અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો ક્રિસ્પી ઓનિયન રિંગ્સ એક પરફેક્ટ વિકલ્પ છે. બહારથી કરકરા અને અંદરથી નરમ આ ઓનિયન રિંગ્સ બાળકો હોય કે મોટા, સૌને ખૂબ જ પસંદ આવે છે. તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.
 
સામગ્રી
2 મોટા ડુંગળી
1 કપ મેંદો
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 કપ બ્રેડ ક્રમ્બ્સ
1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
1/2 ટીસ્પૂન કાળી મરી પાઉડર
1/2 ટીસ્પૂન લસણ પાઉડર (વૈકલ્પિક)
1/2 ટીસ્પૂન ઓરેગાનો અથવા મિક્સ હર્બ્સ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ ઠંડું પાણી

બનાવવાની રીત

ડુંગળીને જાડા ગોળ સ્લાઇસમાં કાપી તેની રિંગ્સ અલગ કરી લો.
એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું, લાલ મરચું, કાળી મરી અને લસણ પાઉડર ઉમેરી મિક્સ કરો.
તેમાં થોડું-થોડું ઠંડું પાણી ઉમેરી ગાઢ બેટર તૈયાર કરો.
અલગ પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સ અને ઓરેગાનો મિક્સ કરો.
દરેક ઓનિયન રિંગને પહેલા બેટરમાં ડૂબાવો અને પછી બ્રેડ ક્રમ્બ્સમાં સારી રીતે કોટ કરો.
વધુ કરકરા બનાવવા માટે ફરી એકવાર બેટર અને બ્રેડ ક્રમ્બ્સનું કોટિંગ કરી શકો છો.
કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે ઓનિયન રિંગ્સને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
વધારાનું તેલ કાઢવા માટે ટિશ્યૂ પેપર પર મૂકો.
આગળનો લેખ
ચોમાસાની ઋતુમાં હેલ્થનુ આ રીતે રાખો ધ્યાન, લીલા શાકભાજી, દૂધ-દહી સહિત આ વસ્તુઓને લઈને રાખો સાવધાની