રાજમા કબાબ રેસીપી
સામગ્રી
2 કપ બાફેલા રાજમા
2 બાફેલા બટાકા
1 નાની ડુંગળી (બારીક સમારેલી)
2 લીલા મરચાં (બારીક સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
2 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્બ્સ
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ
1 ચમચી લાલ મરચું પાઉડર
1/2 ચમચી હળદર
1 ચમચી ધાણા-જીરું પાઉડર
1/2 ચમચી ગરમ મસાલો
1 ચમચી ચાટ મસાલો
2 ટેબલસ્પૂન લીલી કોથમીર (બારીક સમારેલી)
મીઠું સ્વાદ મુજબ
તેલ શેલો ફ્રાય માટે
ALSO READ: ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી
બનાવવાની રીત
બાફેલા રાજમાનું વધારાનું પાણી કાઢીને તેને હળવા હાથે મેશ કરી લો.
તેમાં બાફેલા બટાકા ઉમેરી સારી રીતે મિક્સ કરો.
હવે સમારેલી ડુંગળી, લીલા મરચાં, આદુ-લસણની પેસ્ટ અને કોથમીર ઉમેરો.
ત્યારબાદ લાલ મરચું, હળદર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો અને મીઠું ઉમેરો.
હવે બ્રેડ ક્રમ્બ્સ અને કોર્નફ્લોર ઉમેરી મિશ્રણને સારી રીતે બાંધી લો.
તૈયાર મિશ્રણમાંથી ગોળ અથવા ઓવલ આકારના કબાબ બનાવો.
નોન-સ્ટિક તવા પર થોડું તેલ ગરમ કરીને કબાબને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કરકરા થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
ગરમાગરમ રાજમા કબાબને લીલી ચટણી, ટમેટાની સોસ અથવા દહીંની ડીપ સાથે પીરસો.