1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
  4. chawal laddu recipe in Gujarati

ચોખાના લાડુ

ચોખાના લાડુ
ચોખાની રેસીપી તો તમે ખૂબ ખાધી હશે પણ શુ ક્યારેય તમે ચોખાના લાડુ ટ્રાય કર્યા છે ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો ટેસ્ટ બદલી નાખશે. 
 

રેસીપી ક્વિઝન - કેટલા લોકો માટે - 4 સમય - 15થી20 મિનિટ 
કેલોરી - 85  મીલ ટાઈપ - હેલ્ધી ફૂડ 
 

જરૂરી સામગ્રી - 500 ગ્રામ ચોખાનો લોટ, 100 ગ્રામ ઘી,  100 ગ્રામ રવો,  400 ગ્રામ ખાંડ, 50 ગ્રામ દૂધ,  5- ગ્રામ મેવાની કતરન,  અડધી ચમચી ઈલાયચી પાવડર,  પા ચમચી કેવડા એસેંસ. 
 
બનાવવાની રીત - એક કડાહીમાં ઘી નાખીને ચોખાનો લોટ સેંકો. જ્યા સુધી તે હલકો ગુલાબી ન થઈ જાય ત્યા સુધી સેકો. રવો પણ આ જ રીતે સેંકી લો. બંનેને થાળીમાં નાખીને સારી રીતે મિક્સ કરો. 
 
- હવે તેમા મેવો, વાટેલી ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો. 
- પછી 2 તારની ચાસણી તૈયાર કરી લો. પછી તેમા તરત કેવડા એસેંસ અને ચોખા-રવાનુ મિશ્રણ નાખો. 
- હાથમાં દૂધ લગાવીને મિશ્રણથી લાડુ બનાવી લો.
- તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ચોખાના લાડુ. 
આગળનો લેખ
Top 6 Kitchen Tips- ખાન-પાનની વસ્તુઓને ઉપયોગ કરીએ....