1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Top 6 Kitchen Tips- ખાન-પાનની વસ્તુઓને ઉપયોગ કરીએ....

હિન્દુસ્તાનમાં ખાવાનુ બરબાદ કરવુ એક રીતે પાપ માનવામાં આવે છે. અહી અન્નને દેવતા કહેવામાં આવે છે. ખાવાનુ બરબાદ કરવુ મતલબ આપણા મહેનતની કમાણીને બરબાદ કરી રહ્યા છે. અનેકવાર આપણે આપણા મિત્રોને જમવા બોલાવીએ છીએ અને તેમને માટે ઢગલો વેરાયટી બનાવીએ છીએ. પણ અનેકવાર આપણને અંદાજ નથી હોતો કે કેટલા લોકો માટે કેટલી રસોઈ બનાવવાની છે. જેને કારણે રસોઈ બચી જાય છે જે પાછળથી ફેંકી દેવામાં આવે છે.  પણ હવે આવુ નહી થાય કારણ કે આજે અમે તમને કેટલીક આવી જ ટિપ્સ આપી રહ્યા છે જેનાથી ખાવા પીવાની વસ્તુઓ બરબાદ નહી થાય. 
 
1. પ્લાન કરો - જો તમે પહેલાથી જ પ્લાન કરીને ચાલશો તો તમે ઘણો સામાન બરબાદ થતો બચાવી શકો છો. જો તમે બહાર ડિનર પર જઈ રહ્યા છો તો એ રીતે રસોઈ બનાવો અને જો જમવાનુ બની ગયુ છે તો તેને ફ્રિજમાં મુકી દો જેનાથી તમે તેને બીજા દિવસે ખાઈ શકો. 
 
2. વધુ પાકી ગયેલા ફળોને ફેંકો નહી - જો તમારા ફ્રિજમાં વધુ દિવસના પાકેલા ફળો મુક્યા છે તો તમે તેની જેલ કે જેલ્લી બનાવી શકો છો.  તમે તેમાથી કોઈ સારુ ડ્રિંક્સ પણ બનાવી શકો છો. 
 
3. વાસી બ્રેડનો યૂઝ - વાસી બ્રેડ સૂકાયા પછી તમે તેનુ પુડિંગ બનાવી શકો છો. આ બ્રેડને તમે ઓવનમાં સેકીને તેને મઘ કે જેમ સાથે પણ ખાઈ શકો છો. 
 
4. શાકભાજીને સાચવવી - જો તમે ઘણી બધી શાકભાજી બજારમાંથી લાવ્યા છો અને થોડી બચી ગઈ છે તો તેને ફેંકશો નહી. તેને સુકાવીને તેનુ અથાણુ બનાવી લો. કે પછી આ શાકભાજીને ફ્રાઈ કરી લો અને ફ્રિઝમાં મુકી દો. 
 
5. ખાટુ દૂધ - ખાટા દૂધમાંથી તમે પનીર બનાવી શકો છો. દૂધમાં થોડો સોડા કે લીંબૂ નાખો અને ધીમા તાપ પર દૂધને ગરમ કરી લો. જ્યારે દૂધ ફાટી જાય તો તેનુ બધુ પાણી ગાળી લો... પનીર તૈયાર છે. 
 
6. ટામેટા - જો તમે ઘણા બધા ટામેટા લાવ્યા છો તો ગભરાશો નહી. તેને મિક્સરમાં ગ્રાઈંડ કરીને પ્યુરી બનાવી લો અને તેમા મધ મિક્સ કરો સારી રીતે ગરમ કરો જેથી તેનુ બધુ પાણી બળી જાય.