ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ટામેટાની બરફી

N.D
સામગ્રી - ટામેટા 250 ગ્રામ, કોપરાનું છીણ 200 ગ્રામ, માવો 200 ગ્રામ, ખાંડ 200 ગ્રામ, ઈલાયચી પાવડર 1 ચમચી, ચાંદીની વરક 2 પત્તી.

વિધિ - ટામેટાને કાપીને પ્રેશર કુકરમાં નાખીને બાફો. ઠંડા થયા પછી મિક્સરમાં ક્રશ કરો. આને ચારણીથી ચાળી લો. ચાળેલા ટામેટામાં ખાંડ નાખીને બે તારની ચાસણી બનાવો. માવો ગુલાબી થતા સુધી સેકી લો.

તૈયાર ચાસણીમાં માવો, નારિયળનું છીણ અને ઈલાયચી પાવડર નાખો. સારી રીતે હલાવતા રહો. જાડું થઈ જાય કે ઘી લગાવેલ થાળીમાં પાથરીને ફેલાવી દો. ઠંડુ થયા પછી તેના મનપસંદ આકારમાં કાપી લો.

ઉપરથી ચાંદીની વરક લગાવીને સર્વ કરો.