1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

મોહનથાળ

મોહનથાળ
સામગ્રી - પ૦૦ ગ્રામ ચણાનો લોટ, ૪૦૦ ગ્રામ ખાંડ, દૂઘ (ધાબો દેવા માટે) પ૦૦ ગ્રામ ઘી. પ૦ ગ્રામ કાજુ-બદામની કતરી.

રીત - પ૦ ગ્રામ ઘીને ગરમ કરી દૂઘ સાથે ચણાના લોટને ધાબો આપો. બાદમાં તેની ચાળીને ધીમાં ધીમા તાપે શેકો. ચણાનો લોટ બદામી રંગનો થાય ત્‍યારે તેને ઉતારી લો. ખાંડમાં જરૂરી પાણી નાખી બે તારી ચાસણી બનાવો. ચાસણી બને ત્‍યારે તેમાં શેકાયેલો ચણાનો લોટ નાખી હલાવી થાળીમાં પાથરી લો. ઉપરથી કાજુ-બદામની કતરી નાખી ઠંડો થાય ત્‍યાર બાદ મનપસંદ આકાર માં કાપી ઉપયોગમાં લો.
About Writer
દેવાંગ મેવાડા