1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

લેમન કેક

કેક
N.D
સામગ્રી - 3-4 ટીપા લેમન એસેંસ, 2 વાડકી દૂધ, 2 વાડકી મેંદો, 2 ચમચી બેકિંગ પાવડર, 1 ચપટી સોડા, એક વાડકી માખણ અથવા શુધ્ધ ઘી. એક વાડકી દળેલી ખાંડ, એક વાડકી મિલ્ક પાવડર, 3 ચમચી આઈસિંગ શુગર

બનાવવાની રીત - .સૌ પ્રથમ ઘી અથવા માખણમાં દળેલી ખાંડ નાખીને સારી રીતે હલાવી મિક્સ કરી મૂકો. હવે એક થાળીમાં મેદાને ચાળીને તેમા બેકિંગ પાવડર અને સોડા નાખો, તેમા મિલ્ક પાવડર નાખો. ઘી ના મિશ્રણમાં મેદાનુ મિશ્રણ નાખી બે કપ દૂધ નાખી દો. તેમા લેમન એસેંસ નાખી 20 મિનિટ સુધી ચમચીથી હલાવતા રહો. હવે કેકના ડબ્બામાં સારી રીતે ઘી લગાવી તેની પર સૂકો મેદો ભભરાવી દો. આ ડબ્બામાં કેકનુ મિશ્રણ નાખી ઓવનમાં 45 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો.

કેક તૈયાર થાય કે તેને ઠંડો થયા પછી એક થાળીમાં ઉલટાવી લો. આ કેક પર આઈશિંગ શુગરથી મનપસંદ ડિઝાઈન બનાવો.

લેમન એસેંસની જગ્યાએ તમે કોકો પાવડર, વેનીલા એસેંસ કે કેસર પાવડર નાખીને મનપસંદ ફ્લેવરનો કેક બનાવી શકો છો.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો