1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

શાહી અનારસા

શાહી અનારસા
N.D
સામગ્રી - 200 ગ્રામ કણકી ચોખા, 100 ગ્રામ માવો, 300 ગ્રામ દૂધ, 50 ગ્રામ ખસખસ, 2 મોટા ચમચા કાપેલા બદામ, 400 ગ્રામ દળેલી ખાંડ, 1 નાની ચમચી બેંકિંગ પાવડર, તળવા માટે ઘી અને 4-5 ઈલાયચીનો પાવડર.

વિધિ - ચોખાની કણકીને 24 કલાક પલાળી મુકો. ત્યારબાદ તેને સુખાવી કકરો લોટ વાટી લો. તેમા બેંકિંગ પાવડર ભેળવી ચાળી લો. હવે તેમા નારિયેળ, કાપેલી બદામ નાખો અને માવો મસળીને ભેળવી લો. 50 ગ્રામ ખાંડ નાખી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણનો દૂધથી પૂરી જેવો નરમ લોટ બાંધી લો. અને એક કલાક માટે ઢાઁકીને રાખી મુકો.

હવે બાકીની ખાંડની એક તારી ચાસણી બનાવી લો. તેમાં વાટેલી ઈલાયચી નાખો. હવે ચોખાના મિશ્રણના નાના નાના ગોળા બનાવી તેની નાની નાની પૂરી વણો. આની એક બાજુ ખસખસ ચોંટાડી તેને ગરમ તેલમાં ધીમા ગેસ પર તળી લો. ચાસણીમાં નાખી બે કલાક પછી કાઢીને ખાવ અને ખવડાવો.