1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

સંદેશ લાડુ

સંદેશ લાડુ
સામગ્રી : એક લિટર દૂધ, ૧પ૦ ગ્રામ માવો, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ કાજુ-બદામ-પિસ્તાના ટૂકડા, અડધી ચમચી લીંબુનો રસ, દહીં,

રીત : દૂધને ગરમ કરો. દૂધ ઉકળવા લાગે ત્‍યારે તેમાં લીંબુ નો રસ નાખી દૂધને ફાડી નાખો. બાદમાં દૂધ ને ગાળીને માવામાં (પનીર) દહીં, ખાંડ અને માવાને નાખી મસળો. ખૂબ મસળ્યા બાદ તૈયાર માવાને આશરે દશેક મિનિટ વરાળમાં બાફો. ઠંડુ થયા બાદ તેમાથી થોડો માવો લઇ તેની વચ્‍ચે કાજુ-બદામ-પિસ્‍તાના ટૂકડા રાખી લાડુ બનાવો. બધા લાડુ તૈયાર થાય બાદ તેને ઠંડા કરી સર્વ કરો. ઉપરથી ચાંદીનો વરખ પણ લગાવી શકાય છે.
About Writer
દેવાંગ મેવાડા