સોમવાર, 5 ડિસેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 22 માર્ચ 2019 (16:32 IST)

Tarak Mehta Ka Ooltah Chasma ની દયાબેનને અલ્ટીમેટમ - તમારી પાસે ફક્ત 30 દિવસ, પરત આવો નહી તો..

Tara k Mehta Ka Ooltah Chasma - તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી દિશા વકાની લાંબા સમયથી આ શો ની સ્ક્રીનમાંથી ગાયબ છે.  મા બન્યા પછી દિશા વકાનીએ આ શો થી દૂર રહેવુ પસંદ કર્યુ હતુ.   પણ હવે જાણવા મળ્યુ છેકે શો મં દિશાને પરત લાવવાની કોશિશ ઝડપી બની રહી છે.  આવામાં દિશા વકાનીને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. રિપોર્ટ્સ મુજબ દિશાને કહેવામાં આવ્યુ છે કે તે 30 દિવસની  અંદર 
 
સૂત્રોના જણાવ્યા મુજબ  દિશાને કહેવામાં આવ્યુ છે કે ઓ અભિનેત્રી 30 દિવસમાં પરત નહી આવે તો તેના સ્થાન પર કોઈ અન્ય અભિનેત્રીને દયા બેનનુ પાત્ર ભજવવા માટે આપી દેવામાં આવશે.  હાલ પ્રોડ્યુસર અસિત મોદી પણ આ બાબત નથી જાણતા કે દિશા સિવાય એ કંઈ અભિનેત્રી હશે એ દયાનો રોલ ભજવશે.   તેથી અસિત મોદીએ દયાને અંતિમ તક આપી છે કે તે 30 દિવસની અંદર શો માં પરત આવી જાય. 
 
જી સિને એવોર્ડ્સ દરમિયાન પણ શો ના પ્રોડ્યુસરે કહ્યુ કે શો માં દયાબેનની ટૂંક સમયમાં જ કમબેક થશે.   સૂત્રોના જણાવ્યા મુજબ 
પ્રોડ્યુસર્સએ દિશાના કમબેકને લઈને કહ્યુ હતુ કે બહુ થઈ ગયુ. હવે તો બસ દિશા વકાની 30 દિવસમાં શો ની અંદર આવી જાય નહી તો તેને રિપ્લેશ કરી દેવામાં આવશે.