બુધવાર, 22 ઑક્ટોબર 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (16:25 IST)

Taarak Mehta Ka Ooltah Chashma - ભિડેના બધા સ્ટુડેંટ્સ થયા ફેલ ? શુ ભીડેની કોચિંગ ક્લાસ બંધ થશે ? હવે શુ કરશે ભીડે માસ્ટર ?

Taarak Mehta Ka Ooltah Chashma
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના 16 નવેમ્બરના એપિસોડની શરૂઆત સોડા શૉપથી થાય છે. ભિડે પોતાની સમસ્યા જેઠાલાલ અને બીજા મિત્રોને જણાવે છે. બધા મિત્ર તેની મજાક ઉડાવે છે અને તેને ચિડવાની કોશિશ કરે છે. જેઠાલાલ અને બીજા લોકો કહે છે કે હવે તેણે એક દુકાન ખોલવી પડશે. ભિડે સપનુ જુએ છે કે તેના બધા સ્ટુડેંટ્સ ફેલ થઈ ગયા અને બાળકોના પેરેંટ્સ કોચિંગ ક્લાસ બંધ કરાવવાની જીદ પર કરી રહ્યા છે. 
ઉઘમાંથી જાગીને ભિડે પોતાની પરેશાની માઘવી સાથે શેયર કરે છે અને કહે છે કે તે સમીરની ટ્યુશન ફી પરત કરી દેશે અને તેના પેરેંટ્સને કહી દેશે કે તે સ્ટુડેંટ્સને હવે આગળ ભણાવવા માંગતો નથી. 
 
માઘવી પણ પરેશાન થઈ જાય છે અને પોતાની પુત્રી સોનૂને બધી પરેશાની જણાવે છે. ભિડે સમીરના ઘરે જવા નીકળે છે ત્યારે રસ્તામાં તેને જેઠાલાલ મળે છે. જેઠાલાલ તેને મેંટનેસના ચેક વિશે બતાવે છે પણ ભિડે તેના પર ધ્યાન આપતો નથી. 
સમીરના ઘરે ભિડે જુએ છે કે બધા બાળકો મોબાઈલ ગેમ રમવામાં બિઝી છે. તે સમીરના પેરેંટ્સને ફી ના પૈસા પરત કરે છે પણ તેના પેરેંટસ આવુ કરવાની ના પાડે છે. 
 
ભિડેને ચંપક ચાચાની વાત યાદ આવી જાય છે. ચંપક ચાચાએ તેને સમજાવ્યુ હતુ કે આ પેઢીના બાળકો સાથે ડીલ કરવા માટે તેમની જેમ વિચારવુ પડશે ઘરે પરત ફરીને ભિડે માઘવીને પોતાના મનની વાત કહે છે અને તેને જણાવે છે કે તે પોતે હવે સોનૂ, ગોલી અને ટપ્પુની મદદ લેશે.