'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાં કમબેક માટે દયાબેને આ શુ ડિમાંડ કરી ?

disha vakani
Last Modified શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (16:16 IST)
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં લાંબા સમયથી ગાયબ રહેલી દિશા વકાની મતલબ કે દયા બેન હવે ફરીથી શો માં કમબેક કરી રહી છે. ઘણા દિવસોથી એવા સમાચાર આવી રહ્યા હતા કે તે હવે આ શો માં કમબેક નહી કરે. પણ હવે જાણવા મળ્યુ છે કે તે ફરીથી શો માં એંટ્રી કરવા જઈ રહી છે. દિશાએ શો મા કમબેક કરવા માટે કેટલીક શરત મુકી રાખી છે. આ એક નહી પણ ઘણી બધી છે.

મેટરનિટી લીવ પર હતી દયાબેન

ઉલ્લેખનીય છે કે મેટરનીટી લીવ પર જતા પહેલા દિશા દરેક એપિસોડના 1.25 લાખ રૂપિયા ચાર્જ કરતી હતી પણ હવે તેમને એક એપિસોડ માટે 1.50 રૂપિયાની ડિમાંડ કરી છે. આ સાથે જ બીજી પણ અનેક શરત મુકી છે. તેમની શરત છે કે તે કોઈપણ સિચુએશનમાં સાંજે 6 વાગ્યાથી વધુ કામ નહી કરે.

એટલુ જ નહી દિશા મહિનામાં 15 દિવસ જ કામ કરશે. જ્યારે કે બીજા એક્ટર્સ 22-25 દિવસ કામ કરી રહ્યા છે. હાલ તેમની જરૂરિયાતને જોતા ચેનલે તેમની બધી શરતોને માની લીધી છે. શરૂઆતના થોડાક મહિનામાં તે નાઈટ શિફ્ટ પણ નહી કરે. જો ટીમ નાઈટ શિફ્ટમાં કામ કરાવવા માંગે છે તો એ માટે તેમને બે દિવસ પહેલા બતાવવુ પડશે.

ઉલ્લેખનીય છે કે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ખૂબ જ ફેમસ કેરેક્ટર છે
તેથી તેને સહેલાઈથી રિપ્લેસ કરવા મુશ્કેલ છે

તેથી ચેનલ અને પ્રોડ્યૂસર અસિત મોદી દિશાના પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દિશાએ મેટરનીટી લીવ લીધી હતી. ત્યારબાદથી ફેંસ લાંબા સમયથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચો :