શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 10 જુલાઈ 2018 (13:04 IST)

ડો. હાથીને યાદ કરતા બબિતાજીની આંખો ભરાઈ આવી, બોલ્યા - હું સદમાંમાં છુ અને સેટ પર..

સબ ટીવી પર પ્રસારિત થનારા પૉપુલર ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ડૉ હંસરાજ હાથીનુ સોમવારે નિધન થઈ ગયુ. ડૉ.  હાથીને હાર્ટ એટેક આવ્યો હતો. તેમના નિધનથી શો ની સમગ્ર કાસ્ટ સદમામાં છે. શો નું શૂટિંગ પણ રોકવામાં આવ્યુ છે. 
શો મા બબિતાજીનો રોલ ભજવનાર મુનમુન દત્તાએ કવિ કુમાર આઝાદ મતલબ ડૉ. હાથીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ફેસબુક પર તેમની કેટલીક તસ્વીર શેયર કરતા લખ્યુ, 'અમે તમને કંઈક આ રીતે યાદ કરીએ છીએ અને હંમેશા કરતા રહીશુ. 
મુનમુને લખ્યુ છે, 'હંમેશા ખુશ રહેનારા વ્યક્તિ, જે સવાર સવારે સ્માઈલથી સૌને અભિવાદન કરતા હતા. અમે દૂર બેસીને તમારુ ગીત સાંભળતા હતા. તેમનો વાત કરવાનો અંદાજ ખૂબ જ ક્યૂટ હતો અને તેઓ સૌના શુભચિંતક હતા. દરેક પરિસ્થિતિમાં તેઓ હસતા રહેતા હતા. 
આજે અમને કેવુ લાગી રહ્યુ છે તે વર્ણન કરવા માટે શબ્દો નથી. સેટ આજે બધાની આંખોમાં આંસૂ છે. આ અમારી માટે ખૂબ મોટો ઝટકો છે.  અમે ગઈકાલે જ તો એકસાથે શૂટિંગ કર્યુ હતુ.  અમે એ અંતિમ ક્ષણને યાદ કરી રહ્યા છીએ. 
 
ભગવાન તમારી આત્માને શાંતિ આપે હાથી ભાઈ. મારી ખુશકિસ્મતી કે તમારી સાથે મુલાકાત થઈ.  મારી સાથે સ્પેશ્યલ સિંધી પરાઠા શેયર કરવા માટે ખૂબ ખૂબ આભાર. હુ શોકગ્રસ્ત છુ. 
 
ઉલ્લેખનીય છે કે ડો. હાથી ફક્ત 37 વર્ષના હતા. ડો. હાથી વિશે શો માં ભિડે નો રોલ ભજવનારા મંદાર ચાંદવડકરે કહ્યુ કે 'તેમણે પોતાના બધા કામ ખતમ કરીને દુનિયાને અલવિદા કહ્યુ, તેઓ કોઈ પણ કામ અધુરુ છોડતા નહોતા. સાચી દ્રષ્ટિએ હવે તેઓ આઝાદ થઈ ગયા છે. 
 
સોમવારે સવારથી અમને બધાને ફિલ્મસિટીમાં એક સીકવેંસ શૂટ કરવાની હતી. પછી જાણ થઈ કે આઝાદની તબિયત ખરાબ છે તો અમે તેમના વગર જ શૂટિંગમાં આગળ વધ્યા. તેઓ મારા ખૂબ જ નિકટ હતા. તેઓ મને હંમેશા પૂછતા કે આજે ટિફિનમાં શુ લાવ્યા છો. તેમને ખાવાનો ખૂબ શોખ હતો.