કૉમેડી સર્કસમાં અદિતી ભાટિયાએ લોકોને હસાવવાની ચેલેન્જલ ઉપાડી

aditi bhatiya
અમદાવાદ,| Last Modified બુધવાર, 27 જૂન 2018 (11:51 IST)

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનનો કોમેડી શો પાંચ વર્ષ પછી પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ શો જેણે ભારતને શ્રેષ્ઠ હાસ્યકલાકારો આપ્યા છે જેઓ તેના નવા અને ઉત્તેજક સિઝન સાથે હસાવા માટે તૈયાર છે. આ વખતે શોમાં હાસ્યની રાણી અર્ચના પુરણ સિંહ અને સોહેલ ખાન સાથે હાસ્યનો એક નવો સેટ જન્મશે જે ફરીવાર જજની બેઠક લેશે. ઓપ્ટીમીસ્ટિક્સ દ્વારા પ્રસ્તુત શોએ અદિતી ભાટિયાને શોમાં જોડ્યા છે. તેણીએ પ્રેક્ષકોને તેની મોહિની અને સુંદરતા સાથે હસાવા માટે તૈયાર છે.

અદિતી ભાટિયા કહે છે, "જે ક્ષણે મને પ્રોડક્શન ટીમમાંથી કોલ આવ્યો, હું ખરેખર ઉત્સાહિત હતી. હું આ શોનો એક ભાગ બનવા આતુર છું કારણ કે હું બાળપણથી આ શો જોઉં છું અને મને શો ખુબપસંદ છે. અમે હમણાં જ શૂટિંગ શરૂ કર્યું છે અને આ શોમાં મારો અનુભવ અદ્ભુત છે, કાસ્ટ, ક્રૂ, દરેક પ્રેમાળ છે."


આ પણ વાંચો :