ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (16:16 IST)

મારી ટીમ માટે અમદાવાદનું સ્વાદિષ્ટ ફરસાણ પેક કરીને લઇ જવાની છું - દ્રષ્ટિ ધામી

આજે સબંધો અગાઉ કરતાં વધારે જટિલ બની ચૂકયાં છે અને આજ કાલના સમયમાં સબંધોની આવી જટિલતા પર પ્રકાશ પાડતી સિરિયલ – સિલસિલા બદલતે રિશ્તોં કા,   કલર્સ ચેનલ પર દર્શાવવામાં આવે છે.

શો, પોતાની ભૂમિકા અને ઘણી બધી બાબતો અંગે વાતો કરવા ઉત્સાહી દ્રષ્ટિ ધામીએ આજે અમદાવાદ શહેરની મુલાકાત લીધી. તેણીનું પાત્ર નિંદિની પોતાના પતિ રાજદીપ ઠાકુર (અભિનવ શુદ્વા)ના હાથે લાગણીગત અત્યાચારનો સામનો કરી રહેલ છે અને આ બાબતે જ વાત કરતાં, દ્રષ્ટિએ કહ્યું, "મારું પાત્ર નંદિની મીઠા સ્વભાવની નમણી છોકરી છે જે પોતાના પતિ સાથે ઘેલો પ્રેમ કરે છે. તે તેણીની સાથે ખરાબ વર્તન કરતો હોવા છતાં પણ, તેણી વિવાહ બંધનમાં રહેવાનું ચાલુ રાખે છે અને એની તમામ ભૂલો પર આંખ આડા કાન કર્યા કરે છે. શો વધુમાં સબંધો કેટલા બટકણાં હોય છે તેને ખૂંદે છે, અવરનવાર એકને બદલે બે લોકોની ટકરાતી ઇચ્છાઓનો સમાવેશ કેટલીક વખત વ્યક્તિને પોતાની હદો વટાવવા તરફ દોરી જાય છે."


અમદાવાદની પોતાની મુલાકાત અંગે, દ્રષ્ટિએ એમ કહેતાં ઉમેરો કર્યો, "અમદાવાદમાં પછા ફરવા બાબતે હું ખૂબ જ ઉત્તેજીત છું. હું જેટલી વખત અહીંની મુલાકાત લઉં છું શહેરને બદલાતું જોઉં છું અને હું આજે અહીં કેટલોક સમય વીતાવવાની છું, શહેરમાં મારી મનપસંદ જગ્યાઓની મુલાકાત લઇશ. મુંબઇમાં મારી ટીમે મને અહીંથી કેટલાક સ્વાદિષ્ટ ફરસાણ પેક કરીને લઇ આવવા પણ કહ્યું છે તો હું એ લોકો માટે ઝડપથી થોડુંક શોપિંગ પણ કરી લઇશ."