સંબંધિત સમાચાર
- મોજા ઉતારતા જ પગથી આવે છે દુર્ગંધ? તો અજમાવો આ 1 ઘરેલૂ ઉપાય
- નોકરી 2020 - કોણે મળશે સરકારી નોકરી ? પ્રમોશન અને ધન લાભ માટે અજમાવો આ ઉપાય
- જલ્દી લગ્ન અને ધન પ્રાપ્તિ માટે ગુરૂવારે કરો આ 10 ઉપાય
- જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.
- Hindu Dharm - સાંજના સમયે ઘરમાં દિવો કેમ પ્રગટાવવો જોઈએ
વાસ્તુ ટિપ્સ - આ ઉપાય કરશો તો પતિ-પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે
લગ્નના બંધનને સાત જન્મોનો સાથ માનવામાં આવે છે. આ અતૂટ બંધનમાં બંધાયા પછી પતિ પત્ની બંને જ નવા જીવનની શરૂઆત કરે છે. આખી વય સાથે રહેવાના આ બંધનમાં જો હંમેશા પ્રેમ અને વિશ્વાસ કાયમ રહે તોજીવનની રાહ ખૂબ જ સહેલી બની જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જે જીવનની આ યાત્રાને ખુશીઓથી ભરી શકે છે.
- ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાનો પ્રેમ આદર્શ માનવામાં આવ્યો છે. નવદંપત્તિ પોતાના બેડરૂમમાં શ્રી રાધા-કૃષ્ણનુ ચિત્ર લગાવી શકે છે. આ ચિત્ર જો લાલ રંગના ફ્રેમમાં બનેલુ હોય તો આ ખૂબ જ સારુ રહેશે. લાલ રંગને પ્રેમ અને પવિત્રતાનુ પ્રતિક માનવામાં આવે છે. આ તસ્વીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યા સવાર-સાંજ નજર પડે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે.
- બેડરૂમમાં ક્યારેય પણ ત્રીજી વ્યક્તિની વાત ન કરવી જોઈએ. જો તમારા લગ્નનો ફોટો લગાવવા માંગો છો તો બેડરૂમની પૂર્વ દિશાનો જ પ્રયોગ કરવો જોઈએ. ભૂલથી પણ આ તસ્વીરને દક્ષિણ દિશામાં ન લગાવશો.
-પતિ પત્નીએ દક્ષિણ દિશામાં માથુ કરીને જ સુવુ જોઈએ
- બેડરૂમમાં બેડ સામે કાચ ન લગાવવો જોઈએ.
- પતિ પત્ની જે બેડ પર સૂતા હોય તે લાકડીનો જ બનેલો હોવો જોઈએ. કોઈ અન્ય ધાતુથી બનેલો બેડ નકારાત્મક ઉર્જા લાવે છે.
- બેડરૂમમાં ધાર્મિક તસ્વીરો ન લગાવશો.
- સુખી દાંમ્પત્ય જીવન માટે ઘરમાં શિવ પરિવારની સ્થાપના કરો.
-ઘરમાં સુખ શાંતિ માટે ઘરના મંદિરમાં વાંસળી મુકો. તેના પ્રભાવથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ કાયમ રહે છે. અને વાસ્તુદોષ પણ દૂર થાય છે.
