બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2020
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (18:11 IST)

નોકરી 2020 - કોણે મળશે સરકારી નોકરી ? પ્રમોશન અને ધન લાભ માટે અજમાવો આ ઉપાય

જે પણ વ્યક્તિ નોકરિયાત છે તેની હંમેશા ઈચ્છા રહે છે કે તેન જલ્દી પ્રમોશન અને આર્થિક લાભ માટે તક મળે.  આ માટે તે કામમાં ખૂબ મહેનત અને પોતાના બોસને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યોતિષમાં કુંડળીના અભ્યાસથી આ વાત જાણ કરી શકાય છે કે કોઈની નોકરી કેવી રહેશે તેને પોતાના ક્ષેત્રમા6 પ્રમોશન મળશે કે નહી. કોઈપણ વ્યક્તિના કુંડળીના દસમાં ઘરમાં સ્થિત ગ્રહોના આધાર પર તેના કેરિયર અને નોકરી વિશે જાણી શકાય છે. 
 
કોણે ક્યારે મળશે સરકારી નોકરી 
 
- જો જાતકની જન્મ કુંડળીમાં લગ્નનો સ્વામી બળવાન થઈને દશમ ભાવમાં બેસ્યો કે દશમ ભાવમાં બધા શુભ ગ્રહ હોય અને દશમ ભાવનો સ્વામી બળી થઈને પોતાની કે પોતાના મિત્રને રાશિમાં થઈને કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો વ્યક્તિ દીર્ધાયુ થાય છે અને તેનુ ભાગ્ય રાજા સમાન હોય છે. 
 
- જો જન્મકુંડળીના લગ્ન અને દશમ ભાવમાં સૂર્યનુ પ્રભુત્વ હોય તો જાતક રાજનેતા કે રાજપત્રિત અધિકારી અને મંગળનુ પ્રભુત્વ હોય તો જાતકના પોલીસ કે સેનાના ઉચ્ચ પદ પર આસીન હોવાના સંકેત મળે છે. 
 
-ગુરૂનો પ્રભાવ પણ યશ અને કીર્તિ અને શુભ કાર્યો કરનારા લોકો પર જોવામાં આવે છે. મોટાભાગના ઉચ્ચ પદ પર કાર્ય કરનારા જાતકોની કુંડળીમાં બુધ આદિત્ય યોગ જરૂર હોય છે. 
 
- જ્યારે કોઈ જાતકની કુંડળીમાં દશમ સ્થાનમાં સૂર્ય મંગળ કે બૃહસ્પતિની દ્રષ્ટિ પડી રહી હોય તો સરકારી નોકરીના પ્રબળ યોગ બની જાય છે. 
 
- જો કોઈનુ લગ્ન મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિક, વૃષ કે તુલા છે તો સરકારી નોકરી માટે સારા યોગ બને છે. 
 
- જ્યારે કુંડલીમાં સૂર્ય, બૃહસ્પતિ કે ચન્દ્રમાં એક સાથે હોય તો સરકારી નોકરી માટે સારા યોગ બની જાય છે. 
 
- હાથમાં સૂર્યની ડબલ રેખા હોય અને બૃહસ્પતિના પર્વત પર ક્રોસ હોય તો વ્યક્તિને સરકારી નોકરી કરવાની તક મળે છે. 
 
પ્રમોશન મેળવવા માટે કરો આ ઉપાય 
 
અધિકારીનો કારક ગ્રહ સૂર્ય છે.  તેથી સૂર્ય દેવને પ્રસન્ન કરવાના ઉપાય કરતા રહેવુ જોઈએ.  નિયમિત રૂપે સૂર્યોદય પહેલા ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યને જળ ચઢાવો.