ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ
social media ban
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ પગલાથી પ્રેરિત થઈને ગુજરાત સરકારે પણ રાજ્યની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા અને AI ટેક્નોલોજીના ઉપયોગને મર્યાદિત કરવા માટે એક નીતિનો પ્રારંભિક ડ્રાફ્ટ (ખરડો) તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ALSO READ: અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા
માનસિક સ્વાસ્થ્ય અને વિચારશક્તિ પર અસરની ચિંતા
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓમાં વધી રહેલો સ્ક્રીન ટાઈમ અને ટેક્નોલોજી પરની અતિશય નિર્ભરતા તેમના માનસિક તેમજ શૈક્ષણિક વિકાસને નુકસાન પહોંચાડી રહી છે. સોશિયલ મીડિયાના કારણે બાળકોના વર્તન અને એકાગ્રતા પર નકારાત્મક અસરો થઈ રહી છે, જ્યારે AI આધારિત સાધનોના વધુ પડતા ઉપયોગથી વિદ્યાર્થીઓની પોતાની રીતે વિચારવાની, તર્ક કરવાની અને મુશ્કેલ પ્રશ્નો ઉકેલવાની મૌલિક ક્ષમતા નબળી પડી રહી છે.
નિયમોના અમલીકરણ સામેના પડકારો
સરકાર માટે આ માર્ગદર્શિકા તૈયાર કરવી જેટલી જરૂરી છે, તેટલું જ તેનું જમીની સ્તરે અમલીકરણ કરવું પડકારજનક છે. ખાસ કરીને જ્યારે બાળકો ઘરના વાતાવરણમાં કે કોઈ વ્યક્તિગત મોબાઈલ અથવા અન્ય ડિવાઇસ પર સોશિયલ મીડિયા વાપરી રહ્યા હોય, ત્યારે તે બાળક વાપરે છે કે કોઈ પુખ્ત વ્યક્તિ, તેની દેખરેખ રાખવી મુશ્કેલ છે. આથી, આ નિયમોને અસરકારક રીતે લાગુ કરવા માટે સરકાર અત્યારે ખૂબ જ ગંભીરતાથી વિચારણા કરી રહી છે.પડશે.
