1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ

વાસ્તુ મુજબ જલસંગ્રહ

વાસ્તુ
N.D
વાસ્તુ શાસ્ત્ર મુજબ મકાનમાં બોરિંગ અથવા હેંડપંપ ઈશાન કોણ કે ઉત્તર અને પૂર્વમાં બનાવવુ જોઈએ.

વાસ્તુ મુજબ પાણીની ટાંકી ન રાખવાથે મકાનમાં રહેનારા લોકો અવ્યવસ્થિત રહે શકે છે. પાણીની ટાંકીને છત પર વાયવ્ય અને દક્ષિણ દિશાના મધ્ય કે વાયવ્ય કે પશ્ચિમ દેશાના મધ્યના સ્થાન પર મૂકવી જોઈએ, જ્યારે કે જમીન પર પાણીની ટાંકી માટે ઈશાન કોણ ઉત્તમ સ્થાન છે.

જ્યારે આપ જમીન પર મકાનનુ નિર્માણ કરી રહ્યા હોય, તો પહેલાથી જ આ નક્કી કરી લો કે મકાનનુ બધુ પાણીનુ વહેણ વાયવ્ય, પૂર્વ, ઉત્તર અને ઈશાન કોણમાં નિર્દેશ થઈ શકે. આ વાસ્તુ મુજબ છે અને ઉત્તમ છે.

મકાનના પાણીનુ વહેણ ઈશાન કે વાયવ્ય કોણથી ઘરની બહાર જવુ જોઈએ. ગટરને ઢાંકીને રાખવી અત્યંત શુભ છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ મકાનની પૂર્વ દિશામાં પાણી નિકાસી વ્યવસ્થા શુભ, ઉત્તર દિશામાં ઘન લાભ, દક્ષિણ દિશામાં રોગ અને પીડા દાયક અને પશ્ચિમમાં ધન-નુકશાન દાયી હોય છે.
About Writer
વેબ દુનિયા