Daily Horoscope
✕

આમ આદમી પાર્ટી છોડી ભાજપામાં જોડાયેલા રાજુ કરપડાનો 2502 મતોથી શાનદાર વિજય

Updated: મંગળવાર, 28 એપ્રિલ 2026 (15:56 IST)
સુરેન્દ્રનગર જિલ્લાની મૂળી-2  બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુ કરપડાએ ભવ્ય જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાએ 2502  મતોના જંગી અંતરથી વિજય મેળવ્યો છે. નોંધનીય છે કે સવારે મીડિયામાં તેમની હારના ભ્રામક સમાચાર વહેતા થયા હતા, પરંતુ અંતિમ પરિણામ જાહેર થતા જ તેમના સમર્થકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આ જીત સાથે રાજુ કરપડાએ સાબિત કર્યું છે કે પક્ષ બદલ્યા બાદ પણ જનતાનો તેમના પરનો ભરોસો અકબંધ છે.
 

15  પૈકી 9 મનપામાં ભાજપનું એકચક્રી શાસન

રાજ્યની 15 મહાનગરપાલિકાઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 9  મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્ચિત થઈ ગયું છે. જેમાં વાપી, મોરબી, નવસારી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, ભાવનગર, રાજકોટ અને પોરબંદર મનપાનો સમાવેશ થાય છે. આ પરિણામો દર્શાવે છે કે શહેરી મતદારોએ વિકાસના મુદ્દે ફરી એકવાર ભાજપ પર કળશ ઢોળ્યો છે.
 

તાલુકા અને જિલ્લા પંચાયતોના તાજા આંકડા

ચૂંટણી પંચના લેટેસ્ટ ડેટા મુજબ, રાજ્યની 260   તાલુકા પંચાયતોમાં ભાજપે 1,347 ઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસના ફાળે 284 બેઠકો ગઈ છે. તેવી જ રીતે 34  જિલ્લા પંચાયતોની 316  બેઠકો પર ભાજપે કબજો કર્યો છે, જેની સામે કોંગ્રેસ માત્ર 35 બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગ્રામીણ વિસ્તારોમાં પણ વિરોધ પક્ષો ભાજપની વિજયકૂચ રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
 

નગરપાલિકાઓમાં વિજયનો સીલસીલો

રાજ્યની અનેક મહત્વની નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્ચિત બન્યું છે. કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર, સિદ્ધપુર, હિંમતનગર અને બાબરા જેવી પાલિકાઓમાં ભાજપે બહુમતી મેળવી લીધી છે. બપોરે 2 વાગ્યા સુધીના ટ્રેન્ડ્સ મુજબ સમગ્ર ગુજરાતના રાજકીય નકશા પર કેસરીયો રંગ છવાયેલો જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક સીમિત બેઠકો પર જ જીત મેળવી શકી છે.
 

મતદારોનો ભાજપ પર અતૂટ ભરોસો

સમગ્ર ગુજરાતમાં અત્યારે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈને ગ્રામીણ સ્તરની પંચાયતો સુધી ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો ભાજપ માટે સંગઠનાત્મક શક્તિ અને જનસંપર્કનો વિજય છે. બીજી તરફ, વિપક્ષ માટે આ પરિણામો આત્મમંથનનો વિષય છે, કારણ કે અનેક ગઢ ગણાતા વિસ્તારોમાં પણ તેમનો પરાજય થયો છે.

વધુ જુઓ..

ગુલાબજાંબુને નરમ અને રસદાર બનાવવા માટે ચાસણીમાં ઉમેરો આ એક વસ્તુ, જાણો સરળ રીત

Diwali rangoli design- દિવાળીમાં રંગોળી માટે 5 સિંપલ આઈડિયા

Easy paan mukhwas recipe - દિવાળીમાં 10 મીનીટમાં બનાવો પાન નો મુખવાસ

દિવાળીની મીઠાઈ માટે પરફેક્ટ ચાસણી બનાવવાની સરળ રીત, આ ટિપ્સ ખાસ યાદ રાખો!

ભાઈબીજ ભાઈને શું ભેટ આપવી જોઈએ?

વધુ જુઓ..

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

આગળનો લેખ
Show comments