સંબંધિત સમાચાર
- Gujarat Local Body Election Result Live - ગુજરાતનો મહાજંગ: કોણ બનશે જનતાનો સરતાજ? પક્ષવાર સ્થિતિ
- Ahmedabad Local Body Election Result- અમદાવાદમાં ભાજપ 25 બેઠકો પર આગળ, AAP અને કોંગ્રેસ હજુ સુધી અકબંધ છે
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી LIVE અપડેટ્સ : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ માટે મતગણતરી શરૂ, બીજેપી, કોંગ્રેસ અને AAP માં કોણ મારશે બાજી ? જાણો દરેક અપડેટ્સ
- ગુજરાતમાં ચૈતર વસાવાએ બતાવ્યો દમ, ક્યા ક્યા અત્યાર સુધી જીત્યુ AAP
- Raghav Chadha: અભિનેત્રી પરિણીતિ ચોપડા સાથે તમારા લગ્ન પણ આ કારણે થઈ શક્યા, રાઘવ ચઢ્ઢા પર AAP એ સાધ્યુ નિશાન
ગુજરાત લોકલ બોડી ઇલેક્શન રિઝલ્ટ : અમરેલીના બગસરામાં ભાજપના સૂપડા સાફ, તાલુકા પંચાયત પર AAPનો ભવ્ય વિજય
Bagasara Taluka Panchayat
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના પરિણામોમાં અમરેલી જિલ્લામાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાના ગઢ ગણાતા બગસરામાં આમ આદમી પાર્ટીએ (AAP) ઐતિહાસિક વિજય મેળવીને ભાજપના સૂપડા સાફ કરી દીધા છે. બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 10 બેઠકો પર 'આપ'ના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ભાજપ માત્ર 4 બેઠકો પર સમેટાઈ ગયું છે. આ પરિણામોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.
બીજી તરફ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ ભાજપને આંચકા લાગ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને 1500 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં AAPના ઉમેદવાર દિનેશ રૂપારેલીયા વિજેતા જાહેર થયા છે. ગીર સોમનાથની આકોલવાડી તાલુકા પંચાયત બેઠક પર પણ AAPના મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવીને પક્ષનું ખાતું ખોલાવ્યું છે. આ વલણો દર્શાવે છે કે ગ્રામીણ મતદારોમાં આમ આદમી પાર્ટી પ્રત્યેનો ભરોસો વધી રહ્યો છે.
જોકે, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાઓમાં ભાજપનો દબદબો યથાવત છે. નવી બનેલી પોરબંદર, મહેસાણા અને વાપી મહાનગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને શાસન નક્કી કર્યું છે. રાજ્યની 84 નગરપાલિકાઓની 700 બેઠકો પર અને 34 જિલ્લા પંચાયતોની 185 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે. કોંગ્રેસ હજુ પણ સંઘર્ષ કરતી જણાય છે, તેને નગરપાલિકામાં 92 અને જિલ્લા પંચાયતમાં માત્ર 16 બેઠકો મળી છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, 15 મહાનગરપાલિકાઓમાં ભાજપના 43 ઉમેદવારો તો ગણતરી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા. આણંદ, પોરબંદર અને મહેસાણામાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે શરૂઆત કરી હતી. એકંદરે જોઈએ તો, રાજ્યભરની 260 તાલુકા પંચાયતોમાં ભાજપ 750 બેઠકો સાથે આગળ છે, જ્યારે અમુક ચોક્કસ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ જમાવીને પરંપરાગત રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.
