સંબંધિત સમાચાર
- દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ, છ મહીનાની બાળકી સાથે નવ લોકોની મોત
- દિલ્હી આગ: પોલીસે કારખાનાના માલિક રેહનની ધરપકડ કરી, 43 ની મોત, 29 ની ઓળખ
- દિલ્હીના પ્રદૂષણથી પરેશાન પ્રિયંકા ચોપડા, માસ્ક લગાવીને કહી આ વાત
- Abdul Kalam Birthday - ડો. અબ્દુલ કલામ દ્વારા કહેવામાં આવેલ 10 પ્રેરણાદાયી વાતો
- Vande Bharat express- ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ, પીએમ નરેન્દ્ર મોદીની નવરાત્રી ભેટનું ઉદ્ઘાટન કર્યું
PM મોદીએ લૉન્ચ કરી અટલ ભૂજલ યોજના, ખેડૂતો-યુવાઓને આપ્યો પાણી બચાવવાનો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જંયતિ પ્રસંગે 'અટલ ભૂજલ યોજના'ની શરૂઆત કરી છે. આ યોજના માટે સરકારે 6 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. અટલ ભૂજલ યોજનાનો લાભ છ રાજ્યોને મળશે. અટલ ભૂજલ યોજનામાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સામેલ છે. કેન્દ્ર સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ 8,350 ગામડાઓને મળશે.
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ યોજનાની શરૂઆત કરતાં પીએમ મોદીએ કહ્યું કે જળ જીવન મિશન દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ કરશે, અટલ જળ યોજના એ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપશે જ્યાં ગ્રાઉન્ડ વોટર ખૂબ નીચે ગયું છે અથવા તો ઝડપથી નીચે જઇ રહ્યું છે. આ અવસર પર તેમણે હિમાચલને લેહ-લદ્દાખ સાથે જોડનાર રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ કરવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ ટનલ સુરાક્ષાની સાથો સાથ ટુરિઝમની દ્રષ્ટિથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં કયારેય વિચાર્યું નહોતું કે અટલજીના સપનાને તેમના નામથી જોડવાનો મને સૌભાગ્ય મળશે.
